વાર્તા અને લેખ

હાર્ટ ઓફ લિટરેચર – કોર ટીમ

Spread the love

આદિત શાહ “અંજામ”

આદિત શાહ, હાર્ટ ઓફ લિટરેચરના સ્થાપક તથા નવોદિત લેખક છે. 2017માં તેમણે ખબરપત્રી નામના પ્લેટફોર્મ પરથી પોતાની એક કોલમિસ્ટ તરીકેની યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ તેઓએ ટૂંક જ સમયમાં પોતાની પ્રથમ નવલિકા ધેટ્સ વ્હાય આઈ એમ ચેન્જડ તથા લાગણીઓનું શીતયુદ્ધ વી-પબ્લિશર્સના માધ્યમથી પ્રકાશિત કરી હતી. હાલ તેઓ આઈગુજ્જુ, કવિજગત તથા ન્યૂઝમોન્ક્સ જેવા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે. હાર્ટ ઓફ લિટરેચરની સ્થાપના દ્વારા તેઓનો ઉદ્દેશ નવોદિત યુવા લેખકમિત્રો સરળતાથી પોતાનું લખાણ વેબ મીડિયા તથા પ્રિન્ટ મિડીયામાં આપી શકે તથા સહજતાથી તેમને પોતાનું લખાણ પ્રકાશિત કરવાની તક મળે એ સિદ્ધ કરવાનો છે, જેમા વિઝન રાવલ તથા ચેતનાબેન ભાટિયાનો ખૂબ જ સહયોગ રહ્યો છે. ફક્ત ૩૦ સભ્યોથી શરૂ થયેલા આ હાર્ટ ઓફ લિટરેચર પરિવારમાં અત્યારે લગભગ ૧૦૦ જેટલા નવોદિત લેખકમિત્રો જોડાયેલા છે અને પોતાનું સાહિત્ય અર્પિત કરી રહ્યાં છે.

કોર ટીમ સભ્યો

કિંજલ પટેલ “કિરા”

 કિંજલ પટેલ,  વડોદરાની આ યુવા લેખિકા મુખ્યત્વે આર્ટિકલ્સ અને ખાસ પ્રસંગોને અનુલક્ષીને કવિતાઓ પણ લખે છે. લોહી નીતરતી કલમ દ્વારા તેઓ રૂંવાડા ઊભા થઈ જાયતેવા શબ્દોના પ્રયોગ કરીને પોતાના લખાણમાં શબ્દભેદી બાણ ચલાવે છે. માતૃભારતી અને પ્રતિલિપિ જેવા માધ્યમો તથા ઈન્સ્ટાગ્રામ પર @world_of_kiraa દ્વારા તેમણે વિશાળ વાચકવર્ગ સજાવ્યો છે. હાર્ટ ઓફ લિટરેચરમાં તેઓ શિસ્ત વ્યવસ્થા તથા એકાઉન્ટનું કાર્ય સંભાળે છે.

ધ્રુવ પટેલ “અચલ”

ધ્રુવ પટેલ, જેઓ “અચલ” ઉપનામ સાથે સાહિત્ય સેવા કરી રહ્યા છે. તેઓ અમદાવાદ શહેરના રહેવાસી છે, તથા હાલમાં તેઓ રશિયા ખાતે પેન્ઝા સ્ટેટ યુનવર્સિટીમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. ધ્રુવ છેલ્લા 2 વર્ષથી લેખનકાર્ય સાથે જોડાયેલા છે. તેઓ હાર્ટ ઓફ લિટરેચર ગ્રુપ સાથે પણ જોડાયેલા છે, જે નવોદિત લેખકો અને કવિમિત્રોને પ્રિન્ટ મીડિયા અને વેબ મીડિયામાં પોતાનું સાહિત્યસર્જન કરવા તક આપે છે. તેઓ સામાજિક વિષયો પર કટાક્ષ કવિતાઓ અને આર્ટિકલ્સ લખીને સમાજને જાગૃતિ માટેના સંદેશ આપી રહ્યા છે. હાર્ટ ઓફ લિટરેચરમાં તેઓ કન્ટેન્ટ રિવ્યૂઅર તથા સાહિત્ય સુરક્ષા વિષયક કાર્ય સંભાળે છે.

હાર્દિક મકવાણા “હાર્દ”

હાર્દિક મકવાણા, વ્યવસાયે એન્જિનિયર અને હૃદયથી કવિ. મુખ્યત્વે ગુજરાતી અને હિન્દી ભાષા મા ગઝલો અને કવિતાઓ લખે છે.ખાસ કરીને પ્રેમ અને ફિલોસોફી એમનાં મનપસંદ વિષય છે અને સાથે જ હાસ્ય લેખો પર સારુ એવું પ્રભુત્વ ધરાવે છે. સાહિત્ય સંગ્રહ “સારથિ”માં તેઓની રચનાઓ પ્રકાશિત થયેલ છે અને ટૂંક સમયમાં તેમનાં પોતાના ગુજરાતી અને હિન્દી કાવ્યસંગ્રહો પ્રકાશિત થવા જઈ રહ્યાં છે. હાર્ટ ઓફ લિટરેચરમાં તેઓ આઈ.ટી એક્સપર્ટ તરીકે કાર્ય સંભાળે છે.

દેવમ્ સંઘવી “તત્વમ્”

દેવમ સંઘવી, “તત્વમ્” ના ઉપનામે લખે છે. મુખ્યત્વે ગુજરાતી અને હિન્દી ભાષામાં લખે છે. કવિતા અને હાઈકુ તેમના મુખ્ય કાવ્યપ્રકારો છે. એક સહ-લેખક તરીકે એમનો સૌ પ્રથમ સાહિત્યસંગ્રહ “સારથિ” અને આવનારો હિન્દી સાહિત્યસંગ્રહ “ગલિયારા” છે. હાર્ટ ઓફ લિટરેચરમાં તેઓ કન્ટેન્ટ રિવ્યૂઅર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કાર્ય સંભાળે છે.

ડો. પૂજા પટેલ “વાચા

ડો. પૂજા પટેલ, મોટા ભાગે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખે છે. તેમણે યોરક્વોટ પ્લેટફોર્મ ઉપર લખવાનું શરૂ કર્યું હતું. હમણાં જ તેઓની અધૂરી વાતો નામે e – બુક પબ્લિશ થઈ છે.. ઉપરાંત તેઓ એક ડોક્ટરની જીંદગી ઉપર ‌પણ‌ લખી રહ્યા છે. હાર્ટ ઓફ લિટરેચરમાં તેઓ સોશિયલ મીડિયા નેટવર્કિંગ એક્સપર્ટ તરીકે કાર્ય સંભાળે છે.

હિતેશ બુદ્ધદેવ

હિતેશ બુદ્ધદેવ, સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા એવા સીરામીક સીટી મોરબીના રહેવાસી તેમજ ભરપૂર લાગણી અને સંવેદનાના સહવાસી છે. તેઓ હાલ એક સફળ ધંધાર્થી અને સફળ માણસ બનવાનું સપનું લઈ આગળ વધી રહેલા નવોદિત સાહિત્ય સેવક છે. તેઓ કાવ્યસંગ્રહ “અવસર” તથા “પ્રેમ”ના સહ લેખક રહી ચૂક્યા છે. હાલ, છેલ્લા દોઢ વર્ષથી તેઓ હાર્ટ ઓફ લિટરેચર પરિવારમાં ગ્રાફિક્સ ડિઝાઈનર તથા ઇવેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

વેદિકા શાહ

વેદિકા શાહ, જેઓ અમદાવાદના વતની છે. તેઓએ સ્ટ્રકચરલ એન્જિનિયરિંગમાં મેં માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ એક બ્લોગર, વાર્તાકાર, લેખક, એન્કર અને સ્પષ્ટ વક્તા છે. હાર્ટ ઓફ લિટરેચરમાં તેઓ ગ્રાફિક ડિઝાઈનર અને તરીકે માર્કેટિંગ મેનેજમેન્ટનું કાર્ય સંભાળે છે.

સુનિલ ગોહિલ

સુનિલ ગોહિલ, જેઓ ભાવનગરના રહેવાસી છે. વ્યવસાયિક રીતે તેઓ એક શિક્ષક છે અને પોતાની કોચિંગ સંસ્થા ચલાવી રહ્યા છું. હાર્ટ ઓફ લિટરેચર સિવાય, તેઓનું સાહિત્ય નમસ્તે ઇન્ડિયા, સોલફુલ ઇવનિંગ તથા શબ્દોની સંગાથે નામના ઇ -મેગેઝિન માં પ્રકાશિત થાય છે. હાર્ટ ઓફ લિટરેચરમાં તેઓ કન્ટેન્ટ પબ્લિશર તરીકે કાર્ય સંભાળે છે.

સહાયક સમિતિ

હેમલ પંડયા રાવલ

હેમલ પંડયા રાવલ, ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તથા હાર્ટ ઓફ લિટરેચરના માધ્યમ થકી તેઓ પોતાના માસિક આર્ટિકલ દ્વારા વાચકમિત્રોને કાયદાકીય જ્ઞાન તથા માહિતી પૂરી પાડતા રહેશે.

વિઝન રાવલ

વિઝન રાવલ, એ આઈ.ટી એક્સપર્ટ તથા વિઝન ઈનકોર્પ કંપનીના સર્વેસર્વા છે, જેઓ હાર્ટ ઓફ લિટરેચરના ઉત્કર્ષ માટે હંમેશા હાજર રહીને તથા પોતાના વ્યસ્ત સમયમાંથી સમય આપીને એક માર્ગદર્શક તથા સલાહકાર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યાં છે.

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

અંજાન

Spread the love“સર, હું એક ગીતકાર છું. એકવાર…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

બહાનાઓની સૂચિ કે અસફળતા ?

Spread the loveઆપણે સૌ જાણીએ છીએ તેમ આજની યુવા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સફળતાનો રોડ મેપ  

Spread the love         સ્મિત બારમાં ધોરણમાં આવતાં…
Read more

2 Comments

Leave a Reply

%d bloggers like this: