પહેલું સુખ તે જાતે નર્યા

કોરોનાની સારવાર: આયુર્વેદિક કે એલોપેથી??

અત્યારના સમયમાં જ્યાં લોકો કોરોના જેવી મહમારીથી બચવા અને તેના સંક્રમણને ઘટાડવા અનેક પ્રયત્નો કરી રહ્યાં છે,ત્યારે મનમાં એક પ્રશ્ન બધાંને ઉદ્દભવે કે તેની સારવાર આયુર્વેદિક થી કરવી કે એલોપેથીકની મદદ લેવી?આજે થોડી આ વાત ઉપર ચર્ચા કરીએ.

કોરોના સંક્રમિત લોકોના લક્ષણો બધાંને ખબર જ છે એટલે આપણે ફક્ત સારવાર વિશે જ વાત કરીશું. સારવાર બે રીતે કરી શકાય.કોરોના સંક્રમણથી બચવા સાવચેતી તરીકે આયુર્વેદિક રસ્તો અપનાવી શકીએ છીએ જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.ને બીમારી સામે લડત આપે છે.બીજી બાજુ,કોરોનાથી સંક્રમિત દર્દીઓને એલોપેથી દવાની મદદ લેવી યોગ્ય છે,જે તેના લક્ષણોને દૂર કરવામાં મદદરૂપ છે.

કોરોનાની સારવારમાં એલોપેથી દવાઓમાં રેમદેસિવિર જેવી એન્ટીવાઇરલ ડ્રગ અને બીજી દવાઓ લક્ષણોને આધીન આપવામાં આવે છે.જ્યારે આયુર્વેદિકમાં અમુક રસાયણો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને અમુક એન્ટીવાઇરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિ માઇક્રોબિયલ પ્રોપર્ટી ધરાવે છે.મહસુદર્શન ચૂર્ણ કે સુદર્શન ઘણવટી એ એક અદભૂત દવા છે જે વાઇરસ ને નિષ્ક્રિય કરે છે. તેનો ઉપયોગ લક્ષણો ન દેખાતા હોય તેવા દર્દીઓમાં કરી શકાય.

હરિયાણા સરકારે પ્રિવેંન્ટિવ મેડિસિન તરીકે ગુરુચી ઘનવટી,સમશમીની વટી,અગસ્ત્ય હરિતકી, સિતોપલાદી ચૂર્ણ જેવી ઔષધિઓ વહેંચી હતી.

મારા મત મુજબ કોરોના સંક્રમિત દર્દીઓને આયુર્વેદ અને એલોપથી બંનેના મિશ્રણથી સારવાર કરવી જોઈએ.સંક્રમિત લોકોને એક અઠવાડિયા સુધી તુલસી, હળદર, લીમડો,અમૃતપેય ઉકાળો અને ચોક્કસ ડાયટ ઉપર રાખી શકાય અને સાથે સાથે લક્ષણોને આધીન અન્ય સારવાર આપી શકાય.જે દર્દીને રિકવરીમાં મદદરૂપ બની શકે છે.

-Dr.Pooja Patel

Related posts
Our Columnsપહેલું સુખ તે જાતે નર્યા

The science of eating Rice and Daal together

The science behind Dal-Chawal A well known and staple food in most Indian households is &#8211…
Read more
Our Columnsપહેલું સુખ તે જાતે નર્યા

Mucormycosis!

All you have to know about Mucormycosis! How can it be cured? Mucormycosis is a black fungal…
Read more
Our Columnsપહેલું સુખ તે જાતે નર્યા

Health benefits of Dried Dates

Dates are commonly known as “Khajoor” in India . Believed by some historians to be the…
Read more

Leave a Reply

%d bloggers like this: