ગઝલ

આ વખતે વરસાદમાં…

તન ભીના ને હૈયા સુકા, આ વખતે વરસાદમાં.
બે પંખીડા જુદા જુદા, આ વખતે વરસાદમાં.

ટીપે ટીપે આગ લાગી, ટશર ફૂટ્યા યાદના.
છાંટા જાણે હૈયે ખૂચ્યાં, આ વખતે વરસાદમાં.

લીલી લાગણીઓ છે સૂકી,ને સપનાઓ કોરા,
અરમાનો ના ગળે ડુમા, આ વખતે વરસાદમા.

સાથે વીત્યા ચોમાસાનાં, સંભારણા ની છાંટથી
ભીંજાયા આંખોના ખૂણા, આ વખતે વરસાદમાં.

રાહ જોતાં એકબીજાની, ભીંજાવાની આશ મા,
એક છત્રી ને બે ય જણા, આ વખતે વરસાદમાં.

-હાર્દિક મકવાણા(હાર્દ)

Related posts
કવિતા કોર્નરગઝલ

જોઈએ

આભાસ ચહેરે મોહરાનો કળાય છે,હકીકતન…
Read more
કવિતા કોર્નરગઝલ

વ્હાલ છે

સફરમાં સંગાથ રુડો છે,જીવતર હવે ગુલાલ…
Read more
કવિતા કોર્નરગઝલ

અણસાર દે

કૈંક સારો એવો મળવાનો અણસાર દે,નહિ તો…
Read more

Leave a Reply

%d bloggers like this: