હાસ્ય લેખ

“દાદા આ કોલોના એટલે?””

“દાદા આ કોલોના એટલે?””
“અરે બેટા કોલોના નહી કોરોના…”

થયું એવું કે આ કલ્પનાનું વિમાન મને ઉડાડીને ચાલીસ પચાસ વર્ષ આગળ લીને જતું રહ્યું. ને એમાં મારા દીકરાનો દીકરો મને પૂછી રહ્યો હતો આવા સવાલ.
તમે ય બેસી જાવ આ વિમાનમાં…


ને જુઓ હું મારા પૌત્રને આપણી કોરોના કાળની કહાની સંભળાવું છું.


ઓવર ટુ દાદા એન્ડ દીકરો.


“બેટા તે તો શું મેં પણ મારી આખી જીંદગીમાં જોઈ નાં હોય એવી મહામારી આવી હતી. એ હતો ૨૦૨૦ નો શરૂઆતનો સમય ગાળો. માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોના નાં ક ની ખબર પડી બધાને.


કે એક એવો તાવ શરદી નો રોગ નીકળ્યો છે કે માણસો પાંચ પંદર દિવસમાં તો મરી જાય છે. “


“દાદા, એટલે કોરોના હોય એને તાવ આવતો??”


“હા બેટા, શરૂઆતમાં તો તાવ ને છીક કે ઉધરસ આવતા… પણ પછી તો કોરોના નામ સાંભળતા જ ઝાડા થઇ જાતા.
ને ત્યારે આ રોગ હજી આપણા દેશમાં આવું આવું કરતો તો. અમુક દેશો એનો ભોગ બનેલા.
એમ કહેતા કે વિદેશમાં આ રોગ બહુ ફાટી નીકળ્યો છે, આપણે ધ્યાન રાખો તો નહી થાય. પણ આપણે કઈ માનીએ એવા છીએ?
અમુક તો એવું ય કહેતા કે ભારતમાં ગરમી છે તો કોરોના ટકે જ નહી. પણ ગરમીમાં ત્રાસ ખાલી માણસોને જ પડ્યો. કોરોના ને તો મજ્જા આવી ગઈ.
જે એવું કહેતા તા કે વરસાદ પછી કોરોના નહી ટકે એ લોકો વરસાદ પછી
દેખાતા બંધ થઇ ગયા.

પણ કોરોના તો બધી સીઝન માં ટકી ગયો.

ને અમુક ટોપા એવું માનતા તા કે આપણને કોરોના થાય જ નહી. એવા લોકોને જ કોરોના એ ટાર્ગેટ કર્યા તા બીજામાં કોરોના ફેલાવવા માટે.


થોડાજ દિવસોમાં આ કોરોના વિદેશથી આવેલા નાગરિકો મારફતે ભારતમાં ઘુસ્યો. જોત જોતામાં એના કેસની સંખ્યા સેંકડો સુધી પહોચી ગઈ.
તાત્કાલિક અસરથી આખા દેશમાં લોક ડાઉન લાગુ કરી દીધું.
ગાઉન નહી… ડાઉન , લોક ડાઉન.
મતલબ કે કોઈએ ઘરમાંથી બહાર નહી નીકળવાનું. જ્યાં હોઈએ ત્યાં જ રહેવાનું. હું પણ બે મહિના સુધી ઘરે નહોતો આવી શક્યો.

એ સમયે તો એ પણ સપના જેવું લાગવા લાગ્યું તુ કે પહેલા કેવી જીંદગી જીવતાં હતાં…
જયાં જવું હોય ત્યાં જઈ શકતા.
કોઈને પણ મળી શકતા.
હાથ તો શુ ભેટી ભેટીને ગળે મળી શકતા.
પાણી પુરી, ચાઈનીઝ, પીઝા ખાતા.
લારી પર ચા પીતા.
લોકો ઓફીસ, સ્કુલ કે મંદિરે જતા.
મેદાનો મા ક્રિકેટ રમતા.
બસ્સો પાંચસો નહી હજારો ની સંખ્યા માં માણસો ભેગા થતા.

ને અચાનક બધુ જ બન્ધ.
બધું ઓનલાઈન.


લોકો ઓનલાઈન જ ઘરે થી કામ કરવા લાગ્યા, સ્કુલ ઓનલાઈન ભણાવવા લાગી. આખી દુનિયાને કેદ કરી દીધી હોય એવું લાગવા લાગ્યું. બહાર નીકળો તો માસ્ક પહેરીને જ નીકળવાનું. લોકો નાં પ્રસંગો પણ અટકી ગયા તા.


લગ્ન થવા અને થઇ ગયા હોય એને ટકાવી રાખવા બે ય મુશ્કેલ થઇ ગયું તું. “


“દાદા, તમારા લગન થઇ ગયા તા?”


“નાં હવે ત્યારે તો નાં થયા, કોરોના નાં લીધે બીજા બે વર્ષ લગ્ન ના થયા. બાકી અત્યારે છે એ દાદી તારી દાદી હોત ય નહી. કહેતો નહી હવે એને.”


ને ત્યારે તારી જેમ આમ નાહ્યા ધોયા વગર રખડાતું ય નહી. દર દસ મીનીટે હાથ ધોવા પડતા. કઈ પણ વસ્તુ અડતા પહેલા અને અડતા પછી હાથ ધોઈ ધોઈ ને એવા ધોળા થઇ ગયા તા ને કે કોઈક ના શરીર પર બીજા ના હાથ લગાવ્યા હોય એવું લાગતું. હા એવા ડાલગોના માણસો બહાર પડવા લાગ્યા તા. મોઢા ઉપર માસ્કની પટ્ટીઓના નિશાન પડી ગયા તા. અમુકના તો કાન ખસીને આગળ તરફ આવી ગયા હતા.
માસ્કની તો કોઈને આદત પણ નહોતી શરુઆતમાં. ત્યારે તો બહુ તકલીફ પડતી. ઉધારી વાળા ઓળખાતા નહોતા. “


“તમે કોરોના માં શું શું કરતા કહો ને…”


“બેટા અમે શું? બધા એક જ કામ કરતા. કોરોના ને ગાળો દેવાનું.
આ કોરોના ખાલી હાથમાં આવે એટલી સાઈઝનો હોત ને તો તો તારી દાદી એને પકડીને ટકો કરીને મૂકી આવતી બહાર એને.”


“આ તમને વાળ પકડી ને ખેંચે છે એમ?”


“ચુપ્પ બેસ ને ડાહયા… પણ આ કોરોના તારી દાદી કરતા તો દયાળુ હતો હો.
આખી દુનિયામાં કોરોના ની વેક્સીન માટે પ્રયોગો ચાલુ થઇ ગયા તા. પણ સાચું કહું? કોરોના કાળ માં જેટલા પ્રયોગો વેક્સીન માટે લેબ માં નહોતા થયા ને એટલા તો આપણે રસોડામાં ખાવા માટે થયા તા.
આ કાલે પરાણે પરાણે જે આખા ભરેલા કારેલાના ભજીયા ખાવા પડ્યા ને એ કોરોના કાળમાં જ ઈજાત થયા તા. આ મહિલાઓ એમાં જાત જાત ની ડીશો બનાવતા શીખી ને પુરુષો ડીશો ધોતા શીખી ગયા.“


***


સારું ચાલો હવે પાછા બેસી જાવ પ્લેન માં બેક ટુ ૨૦૨૦ જવાનું છે. હજી કોરોના જાય પછી પાછી છોકરાવને એની વાર્તા કહેવા આવીશું.

-હાર્દિક મકવાણા (હાર્દ)Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખહાસ્ય લેખ

બીલ..મીલ.. (હાસ્વિકા)

“અરે.. અરે.. આવું તો કાંઈ ભાળ્યુ હશે!
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખહાસ્ય લેખ

હસુકાકાની અરજી.

ગુજરાતના મુક્ખમંત્રીન જોગ, ઠેકોણું…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખહાસ્ય લેખ

માસ્કની મહાભારત

છેલાજી રે મારે હાટુ મે’હોણાથી માસ્ક…
Read more

Leave a Reply

%d bloggers like this: