ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

          ગણતંત્ર દિવસ આપણો રાષ્ટ્રીય તહેવાર કે જેનું સ્વપ્ન આપણા પૂર્વજોએ જોયેલું ને એ માટે ઘણા લોકોએ પોતાના પ્રાણની આહૂતિઓ આપી.ગણતંત્ર દિવસ એટલે આપણી સાર્વભૌમ સત્તા ને અખંડ ભારતનું પ્રતિક કે જે દિવસે આપણે અલગ અલગ પ્રાંતો માંથી એક થયાં.

 

         ભારત આઝાદ તો થયું પણ આપણું કાયમી બંધારણ હતું નહીં જેથી ૪ નવેમ્બર,૧૯૪૭ ના રોજ બંધારણનો પ્રથમ‌ મુસદ્દો રજૂ કરવામાં આવ્યો ને બંધારણ તૈયાર થતાં ૨ વર્ષ,૧૧ માસ ને ૧૮ દિવસ ચાલ્યું.કેટલાય વિચારવિમર્શ પછી ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ હિન્દી ને અંગ્રેજીમાં તૈયાર કર્યું ને બે દિવસ પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી બંધારણ અમલમાં આવ્યું.

 

         આજે આપણે ૨૬ જાન્યુઆરી ને બંધારણ દિવસ છે એટલું જ યાદ રાખીએ છીએ પણ બંધારણમાં શું છે,આપણો હકો શું છે,આપણી ફરજો શું છે તે જાણવાની આપણે તસ્દી લેતા નથી.રસ્તા પર કચરા ફેંકવા, જ્યાં ત્યાં થૂકવુ,સરકારી મિલકતોને નૂકસાન પહોંચાડવું, રાષ્ટ્ર પ્રત્યે ગેરશિસ્તતા વગેરે જેવા કાર્યો બેશરમીથી કરી રહ્યા છીએ.

 

      આપણા હકો શું છે એ આપણે આજ દિવસ સુધી જાણવાની કોશિશ કરતાં નથી ને પરિણામે આપણે રાજકીય શોષણનો શિકાર બનીયે છીએ ને આ બધું આપણે મૂકપ્રેક્ષક બનીને જોતાં હોઈએ છીએ.

 

    આપણે આઝાદી પછી વિરોધ કરતાં ભૂલી ગયાં છીએ,નેતાઓના સારા કાર્યો ને આપણે ભરપૂર વખાણ કરીયે છીએ પણ એ જ નેતાના કૌભાંડ વિશે કોઈ સહેજ પણ વિરોધ કરતું નથી.સમય જતાં આપણે આઝાદીમાં આપેલાં લોકોના બલિદાનને પણ ભૂલતાં જઈએ છીએ ને સ્વાતંત્ર્ય દિવસ ને ગણતંત્ર દિવસને એક રજાના ભાગ રુપે લઈએ છીએ.

 

   તો ચાલો, આ ગણતંત્ર દિવસે આપણે આપણા હકો ને ફરજોને ઓળખીએ, તેનું પાલન કરીએ‌.સાચા ને સાચા ને અન્યાય સામે વિરોધ ઉઠાવતાં શિખીએ ને ખરા અથૅમા ભારતને આઝાદ કરીએ.
અસ્તુ
– ધવલ પુજારા ‘શ્વેત’

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: