માસ્તરનું અક્ષરજ્ઞાન

ભારતનો શૈક્ષણિક વારસો

ભારતમાં શિક્ષણની શરૂઆત કેટલા અને કયા વર્ષથી થઈ તેના માટેનો કોઈ યોગ્ય જવાબ છે જ નહીં, વર્ષોથી પુસ્તકો, સમાચારપત્ર અને ટેલિવિઝનમાં જે બતાવવાંમાં આવે છે તે પરથી આપણે અંદાજ લગાવીએ છીએ કે ભણતર તો વિષ્ણુ ભગવાનના પહેલા અવતારથી જ આ પૃથ્વી પર અવતર્યું છે. અલગ અલગ વેદો બન્યા, ઉપન્યાસ બન્યા, પુરાણો બન્યા દરેકનું પોત પોતાની રીતનું મહત્વ છે. સામાન્ય માણસ એટલું જ જાણે અને સમજે છે, પહેલાના સમયમાં શિક્ષણ ફક્ત રાજા મહારાજાના છોકરાઓ પૂરતું જ મર્યાદિત હતું કારણ કે ટેલિવિઝન પર આવતી રામાયણ, મહાભારત, ક્રષ્ણલીલા, ચાણક્ય – ચંદ્રગુપ્ત ધારાવાહિક પરથી એજ જાણવા મળે છે કે રાજા – મહારાજાના છોકરાઓ ઋષિમુનીના આશ્રમમાં જઈ અભ્યાસ કરતાં હતા.

એ શિક્ષણ પ્રણાલી ખૂબ જ કારગત પણ નીવડી હતી, શ્રી રામ, મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં તેના શિષ્ય બનીને અલગ અલગ વિધ્યામાં નિપુણ બન્યા હતા, જ્યારે શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં રહી અનેક લીલાઓ કરતાં હતા, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય તક્ષશિલા વિધયાપીઠમાં ભણ્યા અને ચંદ્રગુપ્ત મૌર્યના મુખ્ય સલાહકાર અને ગુરુ બન્યા, ચંદ્રગુપ્ત મૌર્યની દરેક પેઢીના તેઓ ગુરુ રહ્યા છે. તે સિવાય ભારતખંડના અગણિત રાજાઓના પુત્ર પુત્રીઓ આ જ રીતે આશ્રમમાં રહી વિવિધ કળા કૌશલ્ય શિખતા હતા.

આજે વિશ્વમાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સારી સુવિધા છે તો તે ભારતની પુરાતન શિક્ષણ પ્રણાલીના દેન છે , આજે વિશ્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આગળ છે તો તેનો મૂળ સ્ત્રોત ભારત સાથે જોડાયેલો છે. ભારતનો વારસો ખૂબ જ મહત્વનો રહ્યો છે. ભારતમાં ધાતુવિદ્યા , રસાયણવિદ્યા, વૈદકવિદ્યા, શૈલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા અનેક વિજ્ઞાનોમાં આપણાં ઋષિમુનિઓનો મહત્તમ ફાળો રહેલો છે. ભારત દેશ સાહિત્ય, કળા, ધર્મ, અને તત્વચિંતન જેવા શિક્ષણ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ પોતાનો સિંહફાળો નોંધાવે છે.

 

પ્રાચીનકાળમાં ધાતુકળાનો ઉપયોગ અને શિક્ષણ ના પુરાવા આજથી ૫૦૦૦ વર્ષ જૂના મોહેંજો દડો પરથી મળી આવે છે, આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે તેમના રસરત્નાકર અને આરોગ્યમંજરી આજે પણ દેશ વિદેશમાં શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગણિતશાસ્ત્રના પ્રણેતા આર્યભટ્ટે આપેલા અલગ અલગ ગાણિતિક નિયમો એજ સમયના આજે પણ એ જ રીતે બાળકોને શીખવવામાં આવે છે. તબીબી ક્ષેત્રેના પ્રણેતા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગભટ્ટ તેમના અલગ અલગ ગ્રંથો દ્વારા આજના યુવા ડોકટરોને ઘણુંબધુ જ્ઞાન પરોસે છે. સાહિત્યમાં ભારતમાં અલગ અલગ રાજ્યના નામાંકિત મહાનુભાવો તેમના અનુભવોને પુસ્તક સ્વરૂપે આપી આજના આ આધુનિક શિક્ષણ યુગને ઘણું મનોબળ પૂરું પાડે છે.

 

ચીનના મહાન પ્રવાસી હ્યુ – એન – સાંગ જ્યારે ભારતની ત્રણ મોટી  વિદ્યાપીઠમાં પ્રવાસ અર્થે આવેલા ત્યારે તેઓ ત્રણેય વિદ્યાપીઠમાંથી અહીંના ગ્રંથો પોતાના દેશ સાથે લઈ ગયા અને પોતાની પ્રાદેશિક ભાષામાં અનુવાદ કરી ત્યાંની શૈક્ષિણક પદ્ધત્તિમાં ઉમેર્યા. નાલંદા, વલ્લભી, કાશી, તક્ષશિલા, મિથિલા, તેલહારા, શારદાપીઠ, પુષ્પાગીરી, ઓડનતાપૂરી, વિક્રમાશીલા, સોમપુરા, બિકર્મપુર, મોરેના ગોલ્ડન, કંથાલઊર સાલા, જગડ્ડલ્લા, નાદિયા, નાગાર્જુન આવી સોળ ઐતિહાસિક વિદ્યાપીઠ ભારતમાં આવેલી, આજના યુવા વિદ્યાર્થીઓ જેમ અલગ અલગ દેશમાં પોતાની કારકિર્દી માટે જાય છે, તેઓ સુવર્ણકાળ ભારતે હજારો વર્ષો પહેલા જોયેલો છે જેમાં દેશ – વિદેશના લાખો વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ અર્થે આવતા હતા.

 

કવિશ્રી ન્હાનાલાલની ભારતના આ વારસા માટેની અદભૂત પંક્તિ છે,

પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી છે
આર્યાવર્તની આર્યપ્રજા.

જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

 

સુનિલ ગોહિલ “માસ્તર”

Related posts
Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાનશૈક્ષણિક અને સામાજિક

પરિણામ : ફક્ત એક પગથિયું

“તું કર્મ કરે જા ફળની ચિંતા ના…
Read more
Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાન

સાચું મોટિવેશન

“જ્યારથી કોલેજ પૂરી થઈ છે ને ત્યારથ…
Read more
Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાન

આહા વેકેશન આવ્યું !

બાળપણ શબ્દ સાંભળતા જ આપણે આપણા…
Read more

2 Comments

Leave a Reply

%d bloggers like this: