કાલે એક કલ્યાણમિત્રે શાસ્ત્રોમાં રજસ્વલા ધર્મ વિશે શું કહેવામાં આવ્યું છે અને આજકાલના સ્વામીઓ કેમ તેને સાચું સાબિત કરવા મંડી પડ્યા છે તે બાબતનો પુરાવો આપતો મહર્ષિ ભારદ્વાજ રચિત એક શ્લોક નો ફોટો મોકલ્યો જેમાં લખ્યું છે રજસ્વલા સ્ત્રી પહેલા દિવસે ચાંડાળી, બીજા દિવસે બ્રહ્મઘાતિની (યક્ષિણીનો એક પ્રકાર), ત્રીજા દિવસે ધોબણ અને ચોથા દિવસે શુદ્ધ હોય છે. એટલા માટે તેમને પાંચ દિવસ પછી રજોસ્નાન પછી કોઈપણ જગ્યાએ સ્પર્શ કરવાની કે કાર્ય કરવાની અનુમતિ મળેલ છે.
પરંતુ મિત્રો, આની પાછળ એક વૈજ્ઞાનિક અને એક આધ્યાત્મિક – બંને પ્રકારના તર્ક છે. મેં તેમને મારો તર્ક રજૂ કરતાં કહ્યું કે માસિક સ્ત્રાવ ના દિવસો દરમિયાન ઘણું બધું રક્ત વહી જવાને લીધે સ્ત્રીઓના શરીરમાં અશક્તિ હોય છે. જેના લીધે શાસ્ત્રોની અંદર પણ ચાર દિવસો દરમિયાન કોઈપણ કાર્ય કરવાની મનાઈ છે. આપણા ઋષિ-મુનિઓએ આ બાબતને ધર્મ સાથે એટલા માટે જોડી હતી કારણકે આપણો દેશ અને સંસ્કૃતિ ધર્મ સાથે ખૂબ જ આત્મીય બંધનથી જોડાયેલા છે. જ્યારે કોઈ પણ પ્રકારનો તર્ક કે સમજાવટ કાર્ય ન કરે ત્યારે તે બાબતને સમાજ કલ્યાણ અર્થે ધર્મ સાથે જોડીને રજૂ કરવાનો આપણા પૂર્વજોનો સ્વભાવ રહ્યો છે.
બીજો પ્રશ્ન તેમણે મને એ પુછ્યો કે ચલો આ તો થઈ કામ કરવાની વાત પરંતુ ધાર્મિક કાર્યો કરવાની કેમ ના પાડવામાં આવે છે ?? તો એનું કારણ પણ એ જ છે કે કોઈપણ પ્રકારની પૂજામાં જમીન પર બેસવું જરૂરી હોય છે અને જ્યારે જમીન પર બેસવામાં આવે ત્યારે સ્ત્રીઓને પેડુના ભાગ ઉપર દબાણ આવતાં રક્તસ્ત્રાવ થવાની શક્યતાઓ વધી જાય છે અને આ જ કારણોસર તેઓને પૂજા-પાઠથી પરે રહેવાની વાત કહેવામાં આવી છે. જો કે કોઈપણ શાસ્ત્રએ એવું નથી કહ્યું કે માનસિક રીતે તમે કોઈપણ જાપ કે દેવી-દેવતાને યાદ ન કરી શકો કારણકે શક્તિ પોતે પણ એક સ્ત્રી જ છે અને ઓરિસ્સા ખાતે આવેલ દેવી કામાખ્યાનું મંદિર આ બાબતનો જાગતો પુરાવો છે. દર વર્ષે જુલાઈ મહિનામાં આ દેવી મંદિરમાં અંબુવાચી મહોત્સવ ઉજવાય છે. કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત દેવીની યોનિ આકારની મૂર્તિમાંથી કુદરતી રીતે રક્તના રંગનું પ્રવાહી નીકળે છે જેની અંદર કાપડના ટુકડા મૂકીને તેને દર્શન કરવા આવનાર ભક્તોને પ્રસાદીરૂપે આપવામાં આવે છે અને આ પ્રસાદીનું કપડું લેવા માટે ખૂબ જ પડાપડી થતી હોય છે. હવે જો માસિક પવિત્ર ન હોત તો મને નથી લાગતું આપણે હિન્દુ ધર્મની કોઈપણ વ્યક્તિ એ દેવી ને માથું નમાવવા જાય.
મારો તમે અહીં પૂરો કર્યો જો તમારા ધ્યાનમાં કોઈ તર્ક હોય તો ચોક્કસપણે રજુ કરવા વિનંતી અમારી કોઈ ભૂલ થતી હોય તો તાકીદે સુધારવા તર્ક રજૂ કરવા વિનંતી.
Aadit Shah ‘Anjaam’
Waah 👌🏻👌🏻
👏👏👏