ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

રાષ્ટ્ર ભક્તિ

26 જાન્યુઆરી!… પ્રજાસત્તાક દિવસ… એ દિવસ કે જ્યારે આપણે ભારતના નાગરિક તરીકે આપણા ભારત પર શાસન કરવા સક્ષમ બન્યાં. પણ શું માત્ર એક દિવસ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને આપણી ફરજ પૂરી થઈ જાય છે? ફક્ત એક દિવસનો જ રાષ્ટ્રપ્રેમ? તમે કહેશો કે “રાષ્ટ્રભક્તિ જતાવવા દરરોજ થોડું ધ્વજવંદન કે રાષ્ટ્રગાન કરાય?” ખરું! પણ હું ક્યાં કહું છું કે દરરોજ રાષ્ટ્રગાન અને ધ્વજવંદન કરીએ? પરંતુ આપણી આપણા રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ અને ફરજોનું પાલન કરવું એ પણ રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્રભક્તિ જ છે ને!

 

ભારતમાં વેપાર કરવા આવેલા અંગ્રેજો ધીરે-ધીરે ભારત પર પોતાનું શાસન જમાવવા લાગ્યાં અને ભારતને ગુલામીની બેડીઓ પહેરાવી દીધી. અંગ્રેજોએ ભારત અનેક દાયકાઓ સુધી શાસન કર્યું હતું,અંગ્રેજોની ગુલામીમાંથી આપણને 200 વર્ષ પછી આઝાદી મળી છે. અરે! માત્ર આઝાદી નહિ પણ સ્વતંત્રતા, ક્ષમતા, સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિકતા, પંચનિરપેક્ષતા અને સૌથી અગત્યનું લોકતંત્રાત્મકતા મળી છે. પરંતુ અત્યારે આપણા માટે આ બધું એટલું મહત્વનું નથી. કારણ કે વિના પ્રયત્ને મળેલી વસ્તુનું મૂલ્ય માણસ હંમેશા ઓછું જ આંકે છે. ખરું ને? ભલે આપણે સ્વતંત્ર ભારતમાં જન્મેલા છીએ, પરંતુ એ ક્યારેય ના ભૂલવું જોઈએ કે આપણી સ્વતંત્રતા એ ઘણા નામી-અનામી સ્વાતંત્ર્ય સૈનાનીઓના બલિદાન અને અથાગ પ્રયત્નોની દેન છે. એવી જ એક દેન છે આજથી 70 વર્ષ પૂર્વે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવેલ આપણું ભારતીય બંધારણ. જે 468 અનુચ્છેદ, 25 ભાગ તથા 12 પરિશિષ્ટોમાં વિભાજિત વિશ્વનું સૌથી મોટું લેખક બંધારણ છે. જેના થકી આપણને આપણા મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે. વળી, મૂળભૂત ફરજોને કેમ ભૂલી શકાય?

 

આપણાં સંવિધાનનું પાલન કરવું અને આપણી ફરજો અદા કરવી એ એક ભારતીય નાગરિક તરીકેની આપણી જવાબદારી છે. જો આપણે સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો એક જવાબદાર નાગરિક તરીકે શરૂઆત આપણાથી જ કરવી પડે ને? જ્યારે,આપણે આપણા હકો જાણીને ફરજોને અદા કરીશું ત્યારે ખરા અર્થમાં રાષ્ટ્રભક્તિ થશે.
રાધિકા કાતડ “મૃગી”

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

5 Comments

Leave a Reply

%d bloggers like this: