Our Columnsસંબંધોનો સ્પર્શ

શું તમે Antifrigile છો ?

“ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી”
બરકત હિરાણી ‘ બેફામ ‘ સાહેબનો આ શેર ઘણું બધું કહી જાય છે…સારા લોકોની દશા સારી નથી હોતી વાતને લઈને આજે ચર્ચા કરીએ.
Frigile અને antifrigile
એક કે જેને કાળજીપૂર્વક રાખવાની જરૂર છે અને બીજાને નહીં
Antifrigile નો એક અર્થ એવો પણ છે કે જેને ગમે તેટલા પ્રયત્નો તોડી કે ભાંગી શકતા નથી
આપણે આપણી માનસિકતા સુખ અને સગવડ શોધે છે એને સતત ભૌતિક સવલત અને આરામની ઝંખના હોય છે…પણ આપણે હંમેશા એ જોયું છે, જાણ્યું છે અને નોંધ્યું પણ છે કે જે વ્યક્તિ પીડામાંથી તર્યો હોય એ જ પરમેશ્વરને પામ્યો હોય..
જેના પર જાત – જાત સંક્રમણો આવ્યા હોય તે વ્યક્તિ જ વધુ સશકત અને મજબૂત થઈ હોય..
નાનપણથી એશો આરામ ભોગવતો વ્યક્તિ કરતાં ગરીબીમાં ઉછરેલો વધુ આકર્ષક અને સુંદર હશે..તેનામાં ખુમારી અને મહેનત હશે…તેનામાં પોતે કંઈક કર્યાનો આનંદ હશે..પોતે કંઇક પામ્યાનો ઉત્સાહ હશે.
તેના જીવનમાં આવતા વિઘ્નો તેના માટે ચુનોતી ના ચિન્હો જેવા હશે..
તેણે ખાધેલી પછડાતો થી તે વધુ નક્કર અને મજબૂત થયો હશે…
જીવનમાં કંઇક પામવા માટે કંઇક ન હોવું જરૂરી છે.
Anti frigile નો અર્થ એમ નથી કે એની કેર જરૂરી નથી પણ એનો અર્થ એમ છે કે કેટલા પણ પ્રયત્નો કરીએ કેટલા પણ સ્ટ્રેસર આવે કે દબાણો આવે તે વ્યક્તિ કે વધુ મજબૂત અને ટકાઉ થશે.
તેનામાં રહેલો આત્મ વિશ્વાસ વધશે…
નાજુક અને કાળજીપૂર્વક ટ્રિટ થવા કરતાં ખડતલ અને નક્કર બને તેવું વ્યક્તિત્વ ઘડીએ.
હિરલ એમ જગડ
– સલાહ મનોવૈજ્ઞાનિક

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

શનિ ગ્રહની શુભાશુભ અસરો

શનિ ગ્રહની શુભાશુભ અસરો ઘરના સભ્યો…
Read more
Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાન

પરીક્ષા રિક્ષામાં ગઈ.

“બ્રેકિંગ ન્યૂઝ c.b.s.e ધોરણ ૧૦ ની પરીક્ષા…
Read more
KidzoniaOur Columns

Buncy Cunky

Bunky Cunky went to buy the milk. Wearing a robe made up of silk. Asked for a milk. Farmer was…
Read more

Leave a Reply

%d bloggers like this: