Our Columnsપહેલું સુખ તે જાતે નર્યા

સંધિવા (ઓસ્ટીઓઆર્થરાઇટિસ)

સંધિવા અથવા વા આ શબ્દ ઘણી વાર સાંભળ્યો છે અને આપણા ઘરમાં આપણા દાદા – દાદી અથવા મમ્મી – પપ્પા ને હશે અથવા આવી શકે છે. ગભરાવાની જરૂર નથી હવે સામાન્ય રીતે બધા ને વા થાય જ છે. ચાલો,આજે વિસ્તારમાં તેના ઉપર ચર્ચા કરીએ.

 

સંધિવા સાંધામાં થતો વા છે.વા મોટાભાગે ઉંમર સાથે થતો સાંધાનો ઘસારો છે. વા વૃદ્ધોમાં જ થાય તેમ જરૂરી નથી હવે તે વહેલી ઉંમર માં પણ જોવા મળે છે.

 

કારણો:

 

– તેના લગભગ ઘણા બધા કારણો છે જેમ કે પહેલા ક્યારેક હાડકામાં વાગવું, અયોગ્ય રીતે તૂટેલા હાડકાનું સંધાવું, ગાદી ફાટવી, વજન વધારે હોવું. તેના જવાબદાર પરિબળોમાં વારસાગત રીતે અને જાતિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.એક માહિતી અનુસાર પુરુષો કરતાં સ્ત્રીઓમાં વા ની તકલીફ વધારે જોવા મળે છે.

 

લક્ષણો:-

 

વા મોટા ભાગે ઘૂંટણ, ગરદન અને કમર ના મણકા,હાથ,આંગળીઓ માં જોવા મળે છે.

 

સાંધામાં દુખાવો થવો,સોજો આવવો, સાંધા જકડાઈ જવા,સ્નાયુઓ નબળા થવા જેવા લક્ષણો જોવા મળે છે.

 

સારવાર:-

 

– દવાઓ – દર્ડનાશક દવાઓ લેવી અથવા ક્રીમ લગાડવી.

 

– કસરત:- ઘસારો દૂર ન કરી શકાય પરંતુ સ્નાયુઓ મજબૂત કરીને દુખાવો દૂર કરી શકાય.જેના માટે કસરત કરવી આવશ્યક છે. લગભગ ૨૦-૩૦ મિનિટ કસરત કરવી.ચાલવા જવું,યોગા કરવા અને સ્વિમિંગ જેવી આદતોથી સ્નાયુઓ મજબૂત થાય છે અને દુખાવામાં રાહત મળે છે.

 

આ ઉપરાંત પૂરતી ઊંઘ લેવી,વજન ઘટાડવું અને ગરમ અથવા ઠંડા પાણીનો શેક કરવો.

 

– જ્યારે ઘસારો વધારે હોય અને રોજિંદી ક્રિયાઓ કરવામાં તકલીફ પડે ત્યારે ડોક્ટર ઓપરેશન ની સલાહ આપે છે.

 

કેટલીક ઘરેલુ સારવાર પણ દુખાવો અને સોજો ઓછો કરવામાં મદદરૂપ નીવડે છે.

 

માછલીનાં તેલથી સાંધા ઉપર માલિશ કરવાથી દ્દુઃખાવામાં રાહત મળે છે.અને સોજો પણ ઓછો થાય છે.

 

જમવામાં બ્રોકોલી, ખાટા ફળો, omega-૩ યુક્ત માછલી,આદુ,ઓછી ચરબીયુક્ત ડેરી ની વાનગીઓ,અખરોટ,વનસ્પતિ તેલ નો ઉપયોગ કરી શકાય.જે શરીર માં વિટામિન ડી અને અન્ય ઉણપથી બચાવે છે.

 

આટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો ઓપરેશન કરવાની જરૂર ન પડે. તેથી રોજ યોગ્ય પ્રમાણમાં કસરત કરવી જોઈએ.

 

“સ્વસ્થ રહો મસ્ત રહો.”

 

– Dr.Pooja Patel

Related posts
Our Columnsમાસ્તરની વાર્તા

ઉપમાતા

“આતા દૂધમાં તો ઘણો હવાદ સે. દુજણી હાર…
Read more
KidzoniaOur Columns

Mony and Tony

When Mony went to Tony’s House He was sitting on the couch with his spouse. Watching a…
Read more
Horror StoriesOur Columns

કોલ્ડ એજ - સ્ટોરી ઓફ ટાઇમ ટ્રાવેલ

CHAPTER 4 “આ બધું શું છે? એક જ માણસ એક સમયે…
Read more

Leave a Reply

%d bloggers like this: