Our Columnsસંબંધોનો સ્પર્શ

૨૧મું બેઠું હો..

ઘડિયાળના કાંટાફરી ગયા

કેલેન્ડરના પાના પલટાઈ ગયા

દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષ આખું બદલાઈ ગયું

 

૨૦૨૦ ને કેટકેટલાય મેણાં માર્યા

કોરોનાને એના પ્રાપ્તિસ્થાનોને કેટલી બધી રીતે વગોવી

લોકડાઉનમાં રસોઈ બનાવી

ઘરમાં જાતને કેદ કરી

ઘરના સભ્યોની સાથે મિત્રતા કરી

જૂની રમતોને નવી કરી

થિયેટરને  OTT માં પરિવર્તિત કર્યું

શોખને તાજા કર્યા

ખર્ચા ઓછા કર્યા

જરૂરિયાતની આવશ્યકતાને સમજી

અર્જન્ટશબ્દની બાદબાકી કરી

એડજેસ્ટશબ્દનોવ્યાપવધારયો

એમનેમ હેમખેમ આખું ૨૦મું વર્ષ વિસ્મયરીતે પૂરું થયું

 

૨૦૨૧ શરૂ થયું

નવા રિસોલ્યુશન બન્યા

નવી યાદી ફરી તાજી કરી

કેટલું ચાલશે ?

અઠવાડિયું, પખવાડિયું અને પછી ફરી પાછા હતા એવા જ થઈ જશું

વાત ૨૦૨૦ની કે કોરોનાની છે ?

વાત છે આપણા માનસની

આપણા અપેક્ષિત આયોજન પ્રમાણે જ્યારે કામ નથીથતું ત્યારે આપણને બધું અણછાજતું જ લાગે

મેં કહેલું મેં વિચારેલું ન થયું એ વાતનો વસવસો કાયમ માટેનો રહી જાય છે

 

જ્યાં સપનાંમાં અને ભાણા શું આવશે તે નક્કી નથી ત્યાં આપણે એવું વિચારીએ છીએ કે હું વિચારું તેમ બધું જ થાય

હું કહું તે મુજબ બધા લોકો વર્તે

મને ગમેતે રીતે બધા લોકો વિચારે

આયોજન આવશ્યક છે પણ આયોજન મુજબનું અકબંધ પાલન ક્યારેક આપણા માનસ માટે હાનીકારક છે

ગાલ ગુલાબી કરવા આંખોને જ્યારે લાલ કરીએ છીએ એવા પ્રયાસો આપણને નુકશાન કરી બેસાડે છે

 

પાછલા દિવસોમાં ઘણું બધું થયું

આર્થિક મંદી આવી

સંબંધોમા સમૃદ્ધિ આવી

ચરબીમાં વૃદ્ધિ આવી

અને

માનસમાં અધોગતિ આવી

સધ્ધર હોવાના વહેમમાં એકાએક પડતી આવી

 

બધું કંઇક કહીને ગયું છે

દિવસો, કાંટાઅને આખુંવર્ષ

કે

Gym ? જરૂરી છે કસરત જરૂરી છે

માત્ર શરીરની નહિ મનની પણ

શિયાળે સ્વેટર પહેરવાથી જેમ શરીરને હુંફ મળે છે

એમ મનને પણ હૂંફ ની જરૂર હોય છે

તમે નક્કી કરેલા કામ જ્યારે નથી થતા ત્યારે તમારા કરતા તમારું મન વધુ દુઃખી થાય છે

કારણ વગરના આયોજન એકપ્રકારનો ભાર આપે છે

અને એનો વસવસો મનને આજીવન માટેનો રહી જાય છે.

 

હળવાશથી જીવવાનું અને કોઈની સામે હળવાં થવાનું આપણે શીખવાનું છે

સ્ટોરીને સીન કરવાની અને દુઃખોને અનસીન કરવાની આદત બદલવાની છે

શોશિયલ મીડિયામાં ભલે લાઈકનો જઓપ્શન હોય પણ આપણ ને કોઈ અનલાઇક પણ કરી શકે

આ વાતને સ્વીકારવાની છે

 

૨૦મું ગયું  અને એકવીસમું આવ્યું આ વર્ષ આયોજન ઘડવામાં નહિ પણ આપણા માનસને ચણવામાં વાપરીએ ૩૬૫ દિવસોમાં ૩૬૫ એવી ક્ષણોને શોધી કે જ્યાં ખડખડાટ હસીએ

જાતને સંતાડવાનું,  સ્વને છુપાવવાનું, અવગણવાનું બંધ કરીએ

તો કદાચ આપણે વર્ષને સાર્થક કરી શકીએ

 

હિરલ જગડ

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

શનિ ગ્રહની શુભાશુભ અસરો

શનિ ગ્રહની શુભાશુભ અસરો ઘરના સભ્યો…
Read more
Our Columnsમાસ્તરનું અક્ષરજ્ઞાન

પરીક્ષા રિક્ષામાં ગઈ.

“બ્રેકિંગ ન્યૂઝ c.b.s.e ધોરણ ૧૦ ની પરીક્ષા…
Read more
KidzoniaOur Columns

Buncy Cunky

Bunky Cunky went to buy the milk. Wearing a robe made up of silk. Asked for a milk. Farmer was…
Read more

1 Comment

Leave a Reply

%d bloggers like this: