અછંદાસકવિતા કોર્નર

આવકારો

Spread the love

શબરી બની બેઠી રાહમાં,ચક્ષુને ભૂલાયો પલકારો
પધારો રામ હ્રદય આંગણે, વ્હાલે આપુ આવકારો

 

સુદામો બની તાંદુર લાવું, અર્ધ્ય સમજી સ્વીકારો
જમજો કૃષ્ણ મુજ હાથે, ભાવે આપુ આવકારો

 

નરસિંહ બની ભક્તિ કરું, લલકારું ભજન પ્યારો
સાંભળજો ગિરિધર સ્વર, સ્નેહે આપું આવકારો

 

ગોપી બની રમવા રાસે, સજ્યા શોળે શણગારો
વાંસળી ગોવિંદ વગાળજો,હેતે આપુ આવકારો

 

રાધા બની મળવા આવુ, માંગુ જીવનનો સથવારો
આવજો કાન્હા જમના તટે, પ્રેમે આપુ આવકારો

 

રાધિકા કાતડ “મૃગી”

Related posts
અછંદાસકવિતા કોર્નર

આ કવિઓ વિશે શું કહેવું?

Spread the loveઆ કવિઓ વિશે શું કહેવું? મોસમમાં…
Read more
અછંદાસકવિતા કોર્નર

ફૂલદાની

Spread the loveફૂલદાનીના ફૂલ નકલી સાબિત…
Read more
અછંદાસકવિતા કોર્નર

જ્યારે હું નાની હતી

Spread the loveજ્યારે હું નાની હતી ખૂબ બોલતી મા…
Read more

Leave a Reply

%d bloggers like this: