કવિતાકવિતા કોર્નર

ઓનલાઇન દુનિયા….

દુનિયા આજે ડિજિટલ થઈને
પરિશ્રમ ક્યાંક ખોવાય ગયો,
વિશ્વની મહામારી વચ્ચે માણસ
આજે ઓનલાઈન થયો.

 

બ્લેકબોર્ડ પર લખેલું લખાણ
ડસ્ટર વડે ભૂંસાય ગયું,
ભાર વિનાનું ભણતર આજે
મોબાઇલમાં પુરાય ગયું,
ક્લાસરૂમ અને મેદાનો વચ્ચે
બાળકોનો કલરવ જાણે ક્યાં ખોવાય ગયો,
 વિશ્વની મહામારી વચ્ચે
શિક્ષક પણ ઓનલાઇન થયો,

 

ડોક્ટર પણ ઓનલાઇન થયોને
દર્દી પણ ઓનલાઇન થયો,
સમાજના આ બંધન વચ્ચે
માનવતા પણ ઓનલાઇન થઈ,
સામાજિક અંતર જાળવવામાં
વ્યવહાર ક્યાંક ખોવાય ગયો,
વિશ્વની મહામારી વચ્ચે
સમય પણ ઓનલાઇન થયો.

 

ભગવાનના દ્વાર બંધ થયાને
દર્શન પણ ઓનલાઇન થયા,
શ્રદ્ધા પણ ઓનલાઇન થઈને
પ્રસાદ પણ ઓનલાઇન થયો,
લાગણીઓના મેળામાં
તહેવારોનો ઉત્સાહ ક્યાંક ખોવાય ગયો,
ડિજિટલ બનેલી દુનિયા વચ્ચે
ઈશ્વર પણ ‘ઓનલાઇન’ થયો…..

 

 તૃપ્તિ વી પંડ્યા ‘ ક્રિષ્ના ‘ 

Related posts
અછંદાસકવિતા કોર્નર

ચરમસીમા

જો ને, તમે જાતે જ ધારી લીધું,કે એ તેને…
Read more
કવિતાકવિતા કોર્નર

પપ્પા

પપ્પા મારા પપ્પામને વ્હાલા…
Read more
કવિતાકવિતા કોર્નર

માણસ

બહુ ઓળખો તો છતો થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય છે?દૂરથી ડુંગરા રળિયામણા સોહાય છે.નજીક થી ચડવા ક્યાં પોસાય છે?સાથે રહો તો ડાઘા દેખાય છે.કદરૂપું અંતરેથી ક્યાં જણાય  છે?પામીને ખોટનો  ધંધો કરાય છે.ચાહવામા ક્યાં પૈસો ખર્ચાય છે?સંબંધની સીડી અટકીને ચડાય છે.નિભાવવાનું પગથિયું ક્યાં ચૂકાય છે?પાસેથી જાણવામાં જોખમ જણાય છે.‘કેમ છો?’ થી  ક્યાં  માણસ કળાય છે ?કેમ કરીયે ચિંતન આવું શાને થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય  છે ? અવનિ…
Read more

Leave a Reply

%d bloggers like this: