Our Columnsપહેલું સુખ તે જાતે નર્યા

ક્ષય એક ભય

ટીબી એટલે કે ટ્યુબરકયુલોસીસ જેને ક્ષય તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે વિચારતાં હશો કે આ લેખનું શીર્ષક “ક્ષય એટલે ભય”કેમ છે!? સામાન્ય રીતે જોવા જઈએ તો આજે પણ લોકોમાં ટીબીનો ઘણો ભય છે, ટીબીનું નામ સાંભળતા જ કેટલાંક લોકો ગભરાઈ જાય છે, પરંતુ જો તેની યોગ્ય ચકાસણી અને સારવાર કરવામાં આવે તો તે ચોક્કસપણે તે દૂર થઈ શકે છે.લોકોમાં ટીબી અંગે જાગૃતતા લાવવા માટે વિશ્વભરમાં ૨૪ માર્ચે “ક્ષય દિવસ”તરીકે ઉજવવામાં આવે છે.

ટીબી માટે જવાબદાર પરિબળો-
ટીબી નામનો રોગ એક બેકટેરિયાથી થાય છે, જેનું નામ માયકોબેકટેરીયમ ટયુબરકયુલોસીસ છે.આ બેકટેરિયા જ્યારે કોઈ ટીબી ધરાવનાર વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય ત્યારે તેનાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ બેકટેરિયા ફેફસામાં દાખલ થઈને તેને નુકસાન પહોંચાડે છે.

*લક્ષણો-
ટીબીમાં ઉધરસ , તાવ , રાત્રે પરસેવો થવો , વજનમાં ઘટાડો , ભૂખ અને થાક જેવા લક્ષણો જોવા મળે છે.

*ચકાસણી-
એક્સ- રે દ્વારા ફેફસામાં ટીબીના ચિન્હોની તપાસ કરવામાં આવે છે, આ ઉપરાંત લેબોરેટરીમાં ગળફાની તપાસ પણ કરવામાં આવે છે.

*સારવાર-
ટીબીની સારવારમાં ઓછામાં ઓછા ૬ મહિના લાગે છે .જો ટીબીની યોગ્ય રીતે સારવાર લેવામાં આવે તો તેનું સંપૂર્ણ નિદાન થઈ શકે છે.

* અટકાવ-
ટીબીના અટકાવ માટે બીસીજી ની રસી આપવામાં આવે છે, જે ૫ વર્ષ સુધીના બાળકને આપી શકાય છે. આ ઉપરાંત ૨ અઠવાડિયાથી વધું ખાંસી રહે તો નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેની તપાસ કરાવવી જોઈએ.

ટીબીને અટકાવવા માટે “વિશ્ચ આરોગ્ય સંસ્થા”એ ૧૯૯૩ માં “વૈશ્ચિક આરોગ્ય કટોકટી “તરીકે જાહેર કર્યો હતો. ૧ એપ્રિલ , ૨૦૧૮ થી “નિ:ક્ષય પોષણ યોજના” શરૂ કરવામાં આવી છે .જે ટીબીના દર્દીની સારવાર માટે લાભદાયક છે. ૨૦૧૮ -૨૦૨૦ સુધીમાં ૧૪.૧ મિલિયન લોકોની સારવાર થઈ ચૂકી છે , અને ૨૦૧૮-૨૦૨૨ આ ૫ વર્ષમાં ૪૦ મિલિયન લોકોની સારવાર થાય એવો લક્ષ્યાંક છે.
તો ચાલો આ ક્ષય નામના ભયને દૂર કરીએ અને તંદુરસ્ત રહીએ…

– ડૉ. પ્રતિભા સંગાડા

Related posts
Our Columnsમાસ્તરની વાર્તા

ઉપમાતા

“આતા દૂધમાં તો ઘણો હવાદ સે. દુજણી હાર…
Read more
KidzoniaOur Columns

Mony and Tony

When Mony went to Tony’s House He was sitting on the couch with his spouse. Watching a…
Read more
Horror StoriesOur Columns

કોલ્ડ એજ - સ્ટોરી ઓફ ટાઇમ ટ્રાવેલ

CHAPTER 4 “આ બધું શું છે? એક જ માણસ એક સમયે…
Read more

Leave a Reply

%d bloggers like this: