ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

 ઘર – એક હકારાત્મક દ્રષ્ટિકોણ 

Spread the love

આજે રસ્તા પર એક વાત નોટીસ કરી. આમ તો જો કે છેલ્લા 10 – 12 દિવસથી એ વસ્તુ જોવું છું, પણ આજે એ જોઈને મનમાં કંઈક અલગ જ વિચાર આવ્યો.

એક બંધ રહેતી દુકાનના હોર્ડિંગમાં વચ્ચેથી બાકોરું કરીને તેની અંદર રહેતા કબૂતરો. તેમને જોઈને આજે વિચાર આવ્યો કે આ કબૂતરોનો દ્રષ્ટિકોણ કેટલો હકારાત્મક હશે, કે તેમણે એક વસ્તુ જે પ્રથમ નજરે જોતા તેમના કોઈ કામની ન હોય તેવું લાગે પણ કબૂતરો એ તેમનો હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવીને તે નકામી વસ્તુને પણ પોતાના કામની બનાવી લીધી. તેમણે તેમાં જરૂરી બદલાવ કરીને તેને પોતાનું ઘર, પોતાનો માળો બનાવી લીધો. તેમના હકારાત્મક દ્રષ્ટિકોણથી તેઓ બેઘર હતા તેમાંથી તેમને ઘર મળી ગયું.

જો આપણે જિંદગીની દરેક પરિસ્થિતિમાં હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવીએ ને તો જિંદગી શોર્ટેડ છે બોસ! જાણું છું કે, કદાચ વાતો કરવી સહેલી હોય છે પણ અમલ કરવો અઘરો હોય છે. પરંતુ આમ પણ જિંદગીમાં ક્યાં કંઈ સહેલું હોય જ છે! આપણે જિંદગીમાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાનો પ્રયાસ તો જરૂર કરી જ શકીએ ને, હેં ને?

અંતમાં બસ એટલું જ કહીશ કે ,

માન્યું કે આ જિંદગી સરળ નથી હોતી, ‘જાનકી’, બનાવો જાતને સરળ તો અઘરી પણ નથી હોતી.

so, stay positive. stay happy.

 –  જાગૃતિ તન્ના “જાનકી” 

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પુત્રવધૂ

Spread the love“મમ્મી, મારુ દૂધ તૈયાર રાખ ને…
Read more
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

ચંચળ મન

Spread the love રાહી સ્વભાવે એકદમ નિખાલસ છોકરી.
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

બહાનાઓની સૂચિ કે અસફળતા ?

Spread the loveઆપણે સૌ જાણીએ છીએ તેમ આજની યુવા…
Read more

Leave a Reply

%d bloggers like this: