કવિતા કોર્નરગઝલ

ચહેરો

હવે ચહેરો લઈને આયના સામે નથી જાવું,
પ્રતિભા ક્યાં રહી છે કે પ્રતિભા સામે ટકરાવું?

હવે પહેલાં સમી ક્યાં ધગશ, ને જોર છે પગમાં,
કે વારંવાર હું એની ગલીમાં જઈ ફરી આવું.

અહીં માર્યું છે મનને એના માટે એટલે યા’રબ!
જણાશે જો ઊણપ સહેજે તો જન્નતમાં નહીં આવું..

હજારો આંખવાળાઓ ખુદા મુજ પર કૃપા કરજે,
અગર પૃથ્વી ઉપર તુજને હું સાચેસાચ દેખાઉં.

અહીંયા ડગલે પગલે ઠોકરો વાગે છે કબ્રોની,
‘જલન’ ક્યાં જઈને આ અરમાનની લાશોને દફનાવું?

જલન માતરી

Related posts
કવિતા કોર્નરગઝલ

હાસ્ય ચાહું

ગાલગાગા /૪ 〰️〰️〰️〰️〰️. ચાહની રાહે વધ…
Read more
અછંદાસકવિતા કોર્નર

બહુ જોખમ છે

એક બીજાને મળવામાં બહુ જોખમ છે, લોકો…
Read more
કવિતા કોર્નરગઝલ

પડકાર

(અનુષ્ટુપ છંદ) અસ્થિર મન માનવ, મતિ તાર…
Read more

Leave a Reply

%d bloggers like this: