ફોનની બેટરી ચાર્જ કરવા માટે કંઈ કંઈ વસ્તુની જરુર પડે?
એક ઍડ્પટર
એક ફોન
એક એની યોગ્ય પીન
અને
વીજળી
આ બધાનું યોગ્ય આયોજન અને ગોઠવણ થાય ત્યારે એક ફોનની બેટરી ચાર્જ થાય.
માણસનું અને એના મનનું પણ કશુંક આવું જ છે એને ચાર્જ કરવા માટે
એક યોગ્ય વાતાવરણ
એક સંબંધ
એક લાગણી
અને
વ્યક્તિની જરુર પડે..
પણ આમા પણ આયોજન અને ગોઠવણ તો ખરી જ
જેમ સી પીન, રેગ્યુલર પીન, એન્ડરૉડ પીન, આઇફોન પીન નોખી નોખી આવે અને એ પ્રમાણે ચોકક્સ ફોન ચાર્જ થાય..
આના જેવુ જ દરેક વ્યક્તિનું છે તેને ચાર્જ કરવા માટે જુદા જુદા વ્યક્તિત્વની આવશ્યકતા પડે..
ઘણી વાર બન્યુ હશે અથવા તો કોઇ જગ્યાએ આ સાંભળ્યું હશે કે,
” મેં આજ જ વાત દસ વાર કહી પણ મારુ કંઈ માન્યુ જ નહી અને તમે કહી તો તરત વાત સમજાય ગઈ “
“મેં મનાવ્યું તો માન્યા જ નહી રિસાયેલા જ રહ્યા”
“મારી સાથે એનું જરાય જામે જ નહિં “
“અમારે છત્રીસનો આંકડો હો”
” એ મારી વાતનું માન રાખશે”
“એમાં કંઈ વિચારવાનું ન હોઇ બિન્દાસ ફોન કરી દેવાનો મને”
“હું બેઠો છુ ને”
“ઘરના લોકો જ છે” આપણે રોજના આવા કેટલાય શબ્દો સાંભળતા હોઇશું અને સંભળાવતા પણ હોઇશું કેટલુંક કહેતા હશુ તે કરતાં હોઇશું અને કેટલુંક ન કરવાનું પણ કરતાં હોઇશું વાત એમ છે કે દરેક માટે કોઇ એક વ્યક્તિ ચાર્જર ન હોઇ શકે અને દરેકની બેટરી ચાર્જ થવામાં એક સરખો સમય પણ ના લાગે…
વાત સમજવાની એટલી જ છે કે માનવીમાં ખુટી પડતી લાગણી ,સંવેદન ની બેટરીને ચાર્જ કરવા માટે આપણે તત્પર રહેવુ પડશે..
આપણા ફોનની બેટરી સવાર પડે એટલે ચાર્જ કરીને રાખીએ છીએ..સંકટ સમયની સાંકળ તરિકે એક એક્સટ્રા ફોન અને પાવર બેંક પણ રાખીએ..આવી કોઇ સગવડ આપણા મન કે જીવન માટે છે ? જીવનની બેટરી લો (low) પડી જાય તો કયાં જઈને ચાર્જ કરો છો? જાતની જાળવણી માટે ગોરિલા કે ટફન ગ્લાસ રાખો છો? સલામતી માટેનો કોઇ પાસકોડ વાપરો છો ?
તમારા માટે ચાર્જર કોણ ?
તમે કોઇનું ચાર્જર છો ?
તમારા પર કોઇ આધાર રાખી શકે ?
તમે એનર્જી વધારો કે ઘટાડો ?
તમે કોઇનો આધાર છો ?
નાના મોટા સવાલો પૂછજો..જાત સાથે થોડી વાતો કરજો અને યોગ્ય પીન વાળો કોઇ સંબંધ મળી જાય એટલે પોતના મનની બેટરીને ચાર્જ કરી લેજો.
ડૉ. હિરલ જગડ