Spread the love
મુતદારિક છંદ: ગાલગા+૪
મૃગજળે ચાલતાં તરસતી હું ઘણું
અટકળે ચાલતાં અટકતી હું ઘણું.
.
ના મળી ડગર ત્યાં, નજર પણ થાકતી..
સમજણે ચાલતાં ખખડતી હું ઘણું.
એકલાં એકલાં ચાલવું દોહ્યલું…
સગપણે ચાલતાં થથરતી હુ ઘણું…
દાબતાં દાગતાં તાગવું કેટલું?
દલદલે ચાલતાં દદળતી હું ઘણું…
ઊંટ જેવું રણે ભટકતી કોકિલા..
ઝલઝલે ચાલતાં તડપતી હું ઘણું…
કોકિલા રાજગોર