કવિતાકવિતા કોર્નર

જિંદગી એક પુસ્તક જેવી

કાશ આ જિંદગી એક પુસ્તક જેવી હોત,
શું થવાનું એ મને  બધી ખબર હોત,
સુખ દુઃખના અલગ અલગ પાઠ હોત,
હું રોજ એક- એક લાઈન સમજીને આગળ વધતો હોત,
થોડા  હાસ્યના પત્તા પણ હોત ,
થોડા દુઃખદ પાઠના અંત પણ હોત,
નિરાશાના પત્તા ફાડીને એને આશામાં ફેરવતો હોત,
ખુશીના એ પલ આ પત્તામાં સાચવીને રાખતો હોત,
થોડા શબ્દોની મારી  મજાની યાદો પણ હોત ,
એમા થોડો હિસાબ મારી સફળતાનો હોત,
ગુમાવ્યું શું એનો ભાગાકાર  હોત
મેળવ્યું એનો સરવાળો  પણ હોત
થોડો સમય લઇને બાળપણમાં મજા લેતો હોત,
તૂટેલા સપનાઓ આંખોમાં રાખીને આવતી કાલને જોતો હોત,
 થોડા સમય માટે હસી લઉં એવો ખ્યાલ આવ્યો હોત ,
કાશ આ જિંદગી એક પુસ્તક જેવી હોત.
– દિશા પટેલ

Related posts
કવિતા કોર્નરગઝલ

હાસ્ય ચાહું

ગાલગાગા /૪ 〰️〰️〰️〰️〰️. ચાહની રાહે વધ…
Read more
અછંદાસકવિતા કોર્નર

બહુ જોખમ છે

એક બીજાને મળવામાં બહુ જોખમ છે, લોકો…
Read more
કવિતા કોર્નરગઝલ

પડકાર

(અનુષ્ટુપ છંદ) અસ્થિર મન માનવ, મતિ તાર…
Read more

Leave a Reply

%d bloggers like this: