અછંદાસકવિતા કોર્નર

જ્યારે હું નાની હતી

જ્યારે હું નાની હતી
ખૂબ બોલતી
મા ટોકતી
ચૂપ રહે,
નાનાં છોકરાં બહુ ના બોલે!
જ્યારે હું કિશોરી બની
તોળીને બોલતી
છતાં મા કહેતી
ચૂપ રહે,
હવે તું નાની નથી!
જ્યારે હું યુવતી બની
મોં ખોલું
ત્યાં મા ઠપકારતી
ચૂપ રહે,
પારકા ઘરે જવાનું છે!
જ્યારે હું નોકરી કરવા ગઈ
સાચું બોલવા ગઈ
બોસ બોલ્યા
ચૂપ રહો,
માત્ર કામમાં ધ્યાન આપો!
જ્યારે હું પુત્રવધૂ બની
બોલવા જાઉં
તો સાસુ ટપારતી
ચૂપ રહે,
આ તારું પિયર નથી!
જ્યારે હું ગૃહિણી બની
પતિને કાંઈ કહેવા જાઉં
પતિ ગુસ્સે થતો
ચૂપ રહે,
તને શું ખબર પડે!
જ્યારે હું માતા બની
બાળકોને કાંઈ કહેવા જાઉં
તો  તે  કહેતા
ચૂપ રહે,
તને એ નહીં સમજાય!
જ્યારે જીવનની સાંજ પડી
બે બોલ બોલવા ગઈ
સૌ કહે
ચૂપ રહો,
બધામાં માથું ના મારો!
જ્યારે હું વૃદ્ધા બની
મોં ખોલવા ગઈ
સંતાનો કહે
ચૂપ રહે,
હવે શાંતિથી  જીવ!
બસ……..
આ ચૂપકીદીમાં
અંતરના ઊંડાણમાં
ઘણુંય સંઘરાયું છે
એ સઘળું
શબ્દોમાંઉજાગર કરવા જાઉં
ત્યાંસામે યમરાજા દેખાયા
તેણે આદેશઆપ્યો
ચૂપ રહે,
તારો અંત આવી ગયો!!
હું ચૂપ થઈ ગઈ
હંમેશ માટે!!!!!!!!
Sonali Patel

Related posts
કવિતા કોર્નરગઝલ

હાસ્ય ચાહું

ગાલગાગા /૪ 〰️〰️〰️〰️〰️. ચાહની રાહે વધ…
Read more
અછંદાસકવિતા કોર્નર

બહુ જોખમ છે

એક બીજાને મળવામાં બહુ જોખમ છે, લોકો…
Read more
કવિતા કોર્નરગઝલ

પડકાર

(અનુષ્ટુપ છંદ) અસ્થિર મન માનવ, મતિ તાર…
Read more

Leave a Reply

%d bloggers like this: