તને શોધવા માટે હું કોઈ સુમધુર સંગીતનો પીછો કરવા તત્પર બની,
છતાં મારા શબ્દોને પણ તારા મળવા વિશે શંકા છે.
તને શોધવા માટે એક જ સિક્કાને કેટલીય વાર પલટાવી દીધો,
છતાં એ સિક્કાએ એની છાપ મારાથી છુપાવી છે.
તને શોધવા માટે રોજ આથમતી સાંજની રાહ જોઉં છું,
છતાં એ સાંજ તારી રાહમાં મને જોઈને જલદી રાત બને છે.
તને શોધવા માટે ઘણા દરવાજા ખોલ્યાં છે મેં,
છતાં તારી પ્રત્યક્ષતાને બદલે નિરાશા મળી છે.
દર્શિની ઓઝા