કાં તો આંખો માં પાણી નું કોઈ કારણ આપો તમે,
નહીં તો મોઢા પર મુસ્કાન નું નિવારણ આપો તમે.
આમ અલગ થઈ ને બેસશો એ નહીં ચલાવી લઉં,
હૈયે વસ્યા પછી કેમ અળગા થયા એ કારણ આપો તમે.
પળે પળે પાંપણ ફરતે વરસતી આ વાદળીઓ,
છેલ્લે ક્યાં સુધી રડશો એ ચોક્કસ તારણ આપો તમે.
છેક સુધી દોરાયેલી છે અશ્રુ ની હારમાળા,
હૃદય સુધી પહોંચ્યું છે આ દરદ એનું મારણ આપો તમે.
કાં તો આંખો માં પાણી નું કોઈ કારણ આપો તમે,
નહીં તો મોઢા પર મુસ્કાન જેવું નિવારણ આપો તમે.
નીતા કંસારા