કવિતાકવિતા કોર્નર

તરસ શ્યામના નામની….

શ્યામના નામની તરસ લાગે છે,
એક ક્ષણ પણ રાધાને જાણે વરસ લાગે છે,
નસીબદાર તો એ રૂક્ષ્મણી છે જે કાનાનો સંગ પામે છે,
બાકી મીરાંને તો ઝેર પીવામાં પણ હરખ લાગે છે,

 

વાંસળીના સૂરે ઘેલી થઈ વૃંદાવન ભણી વાટ લગાવે છે,
ગોપીઓને ત્યારે માધવના રાસની તડપ લાગે છે,
નરસિંહ કરતાલ વગાડવામાં વ્યસ્ત ને
સુદામા એની મિત્રતામાં મસ્ત,
બાકી તો ધર્મના વિજયમાં ખરેખર
અર્જુન સખાની અસર લાગે છે,

 

કોઈને મોહનની માયા ઉપહાસ લાગે છે,
તો કોઈને કેશવની લીલામાં નવી આશ લાગે છે,
એ ભલે હોઈ રાધાનો શ્વાસ,
પણ રાધાને તો કૃષ્ણની તૃષ્ણામાં પણ
વિશ્વાસ લાગે છે….

 

લી.તૃપ્તિ વી પંડ્યા ‘ ક્રિષ્ના ‘.  

Related posts
અછંદાસકવિતા કોર્નર

ચરમસીમા

જો ને, તમે જાતે જ ધારી લીધું,કે એ તેને…
Read more
કવિતાકવિતા કોર્નર

પપ્પા

પપ્પા મારા પપ્પામને વ્હાલા…
Read more
કવિતાકવિતા કોર્નર

માણસ

બહુ ઓળખો તો છતો થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય છે?દૂરથી ડુંગરા રળિયામણા સોહાય છે.નજીક થી ચડવા ક્યાં પોસાય છે?સાથે રહો તો ડાઘા દેખાય છે.કદરૂપું અંતરેથી ક્યાં જણાય  છે?પામીને ખોટનો  ધંધો કરાય છે.ચાહવામા ક્યાં પૈસો ખર્ચાય છે?સંબંધની સીડી અટકીને ચડાય છે.નિભાવવાનું પગથિયું ક્યાં ચૂકાય છે?પાસેથી જાણવામાં જોખમ જણાય છે.‘કેમ છો?’ થી  ક્યાં  માણસ કળાય છે ?કેમ કરીયે ચિંતન આવું શાને થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય  છે ? અવનિ…
Read more

Leave a Reply

%d bloggers like this: