ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

તેરે મેરે મિલન કિ યે રૈના..

Spread the love

સ્વર્ગની શોધમાં શરૂ કર્યો હતો સફર,
ખોળામાં મૂક્યું માથું, ને પ્રવાસ પૂરો થયો.”

 

એક પતિ અને પત્નીની વાત બંને એકબીજાંને લગ્ન પહેલા બૅ વર્ષથી ઓળખતા હતા,વાતો થઈ મુલાકાતો થઈ અને પ્રેમ થયો લગ્ન કરવાનું નક્કી થયું અને લગ્ન થયા બંનેને એકબીજા માટે પ્રેમ અને સન્માન ભરપુર રાખતા.

 

સમય વીતતો ગયો અને ધીરે ધીરે એકબીજાની ખામીઓ ખુંચવા લાગી..પતિના સ્વભાવ મુજબ તે વધુ બોલે નહી અને પત્નીના સ્વભાવ મુજબ એને બોલ્યા વગર ચાલે નહિં..શબ્દોથી લઈને ઘરના સગ્રહ સુધીની વાતો ચાલે અને આખો ઝઘડો એક મોટુ રુપ લઈ લે..મોટાભાગે એમ થતુ કે બે માંથી એક સોરી કહે , ભાવતી વાનગી બનાવી લે કાં પછી એકબીજાને ભેટી લે અને મામલો પાછો થાળે પડી જાય.

 

સંબંધની આ સુંદર વાત છે કે જ્યાં ઝઘડો થાય પણ એ પાણીના ખાબોચિયાની જેમ ગંધાતો નથી પણ પાણીના ઉભરાની જેમ આવીને સમી જાય છે. જ્યાં ઝઘડો લાંબો ટકે નહી એ સંબંધ અંબુજા સિમેન્ટ કરતાં પણ વધુ ટકાવ હોય છે.

 

આ પતિ પત્નીમાં એક ઝઘડો એવો થયો કે ઝઘડા સાથે વિયોગ આવ્યો અને બંનેને મનાવવાનો મોક્કો જ ન આવ્યો…અંતે વાત વટ પર ગઈ અને છુટા પડવાથી લઈને છુટાછેડા સુધીના વિચારો પૂર જોશમાં ચાલ્યા.

 

બંને છુટાછેડા લેતા પહેલા એક મુલાકાત ગોઠવી મુલાકાતમાં પત્ની એ એક પ્રસ્તાવ મુક્યો કે આપણે એકબીજાને ગમતાં ગીતો કે કવિતા કહીશું પતિએ સ્વીકાર કર્યો અને એક સપ્તાહ પછીની મુલાકાત માટે બંનેએ તૈયારી શરૂ કરી ઍકબીજાને ગમતાં ગીત અને કવિતા શોધવામાં એકબીજાને ગમતું ઘણુંબધું જડ્યુ કેટકેટલું મળી આવ્યો સાથે થોડી સમજણ પણ આવી કે આપણે ગમતું કરવાનું અવગણી છીએ એટલે જ બધું થઈ રહ્યુ છે વ્યક્તિ સાથે વિસ્તરવાનું અને વિક્સવાનું છે.

 

એ આઠ દિવસના અંતે બંનેના મતભેદો છુટા થયા અને બંને ફરી એક થયાં.

 

ક્યાંક આપણે આવું શોધવાનુ ભુલી ગયા છીએ ક્યાંક આપણે એક સપ્તાહ ચુકી ગયા છીએ ક્યાંક આપણે આપણી વ્યક્તિને ઍની અંદર ઉગેલા લાગણીના છોડને મુરજાવી રહ્યા છીએ..વિચારજો..

 

ડૉ. હિરલ એમ જગડ ‘હીર’ 

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પુત્રવધૂ

Spread the love“મમ્મી, મારુ દૂધ તૈયાર રાખ ને…
Read more
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

ચંચળ મન

Spread the love રાહી સ્વભાવે એકદમ નિખાલસ છોકરી.
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

બહાનાઓની સૂચિ કે અસફળતા ?

Spread the loveઆપણે સૌ જાણીએ છીએ તેમ આજની યુવા…
Read more

Leave a Reply

%d bloggers like this: