Spread the love
કર્યા કર્મની શી ભિતી?
વાવી તે લણી એ રીતિ.
બીજાની ચક્ષુ ભીની,
કરી તે ઝિંદગી જીવી.
પૈસા સંપતિ જીતી,
દુઃખોની દવા પીધી.
ત્યજી શ્રમની નીતિ,
માંગે ટોચની સિદ્ધિ.
જિહ્વા જ હોઈ તીખી,
પછી ક્યાં મળે રિદ્ધિ!?
માન્યું કે જરાક ધીમી,
છે આ ન્યાયની વિધિ.
કુદરત દંડે નહિ સીધી,
જાણે એ જે ને વિતી.
રાધિકા કાતડ “મૃગી”