ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

બહાનાઓની સૂચિ કે અસફળતા ?

આપણે સૌ જાણીએ છીએ તેમ આજની યુવા પેઢીમાં સરકારી નોકરી પ્રત્યેનો ક્રેઝ વધતો જાય છે. ગલીએ ગલીએ ટ્યુશન ક્લાસિસ ખુલી ગયા છે. તો બીજી બાજુ દસમાંથી નવ ઘરમાં એક વ્યક્તિ એવું મળશે જે સરકારી નોકરી પાછળ ગાંડો થઈ રહ્યો છે. પરંતુ શું તેઓ ખરેખર એકાગ્રતાથી આ નિર્ણય લઈ રહ્યા છે, કે પછી ગાડરિયા પ્રવાહની જેમ કોઈકની પાછળ જોયા વિના ચાલી રહ્યા છે ?

 

આજે કંઈક એવી જ વાત રજૂ કરવાની છે.
બહાના થી ભરપુર આજની પેઢી

 

૧) બહાનું : મને પૂરતી સગવડતા નથી મળતી.
           આજ કાલની પેઢીને જેટલી સગવડતાઓ મળી રહી છે એ પણ એમને ઓછી પડે છે. જે કંઈ મળ્યું છે એમાં સંતોષ કરવાને બદલે કંઈક વધુ સગવડતાઓ ઈચ્છે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દાદા પરદાદા કદાચ રોડ લાઈટ ના સહારે ડૉક્ટર કે એન્જિનિયર બન્યા હતા. અને તેમની સમક્ષ શું છીએ આપણે? ખરેખર આપણે એટલી મહેનત કરીએ તો સફળતા ન મળે ?

 

૨) બહાનું : મને પૂરતો સમય નથી મળતો મહેનત માટે .
           ઈશ્વરે આ વિશ્વમાં દરેકને ૨૪ કલાકનો જ દિવસ ફાળવ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે સમયની બાબતમાં ભ્રષ્ટાચાર નથી દેખાડવામાં આવ્યો. પછી તે રસ્તા પર ભીખ માંગો ભિખારી હોય કે પછી આ દેશનું સંચાલન કરતો પ્રધાનમંત્રી. ખરી વાત તો એ છે જો તમને સફળતા મેળવવી જ છે તો કોઈ પણ ટાઈમ ટેબલમાં તમે બંધાયેલા નથી. તમારો સમય તમારાથી બંધાયેલો હોવો જોઈએ, નઈ કે તમે સમયની સાથે.

 

૩)બહાનું : મને બધા ડીમોટીવેટ કરે છે.
      જ્યાં સુધી હું જાણું છું, આપણ દ્વારા લેવાયેલ દરેક નિર્ણયમાં ક્યાંક ને ક્યાંક આપણ સ્વાર્થ છુપાયેલો હોય જ છે. તો પછી કોઈ બીજાની દસ મીનીટના મેણાં ટોણાં સાંભળીને તમે તમારી જ અંદર વસતી એ તમારી હિંમતને કંઈ રીતે નિરાશ કરી શકો. કહેવા દો લોકોને જે કહેવું છે, સાંભળી લ્યો એક વાર બધાયનું પણ કરો એ જ જે તમારું મન કહે છે.

 

જ્યાં સુધી આ મન ની વાત સાંભળતા રેહશો ને ત્યાં સુધી કોઈનું સાંભળેલું સફળ નઈ થાય.

 

આવા અઢળક બહાનાઓ છે જે તમને તમારા લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે. પણ એક વાત ગળે બેસાડી લેવી કે,મહેનત તમારી છે તો નિર્ણય પણ તમારો જ હોવો જોઈએ. બાકી સફળ લોકોનો સંઘર્ષ માત્ર એ જ વ્યક્તિ પોતે જ જોઈ શકે છે. કોઈ બીજું તમારા સંઘર્ષને અનુભવી પણ નથી શકવાનું. બહાનાઓની ગાંસડી વાળી, અને દૂર નદીમાં પધરાવી દ્યો અને સફળતા તરફ પ્રયાણ કરો. જીત નિશ્ચિત જ છે.

 

શીલમ્ એવમ્ ભૂષણમ્ !
વાઢિયા નિકિતા – સોનું_એક_આશ

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શનવાર્તા અને લેખ

નાક છે?

“ઉભો રે ક્યા જા છો? ખબર નથી પડત…
Read more
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

See, the problem is real

આ ચોથો કે પાંચમો ડ્રાફ્ટ છે. ક્યારનો…
Read more
ગુજરાતી સાહિત્ય

ફોટોગ્રાફ

આજે વર્ષો પછી આ ફોટો હાથમાં આવ્યો…
Read more

Leave a Reply

%d bloggers like this: