Spread the love
આજે મારું ફળિયું મને બોલાવે છે
બાળપણની યાદોને તાજી કરાવે છે
પા પા પગલીથી ધીંગામસ્તી સુધી
પકડાપકડીથી દોડકૂદ અને પડવાની,
બધી શરારતને ફરી જીવંત કરાવે છે
આજે મારું ફળિયું મને બોલાવે છે..!
ચૂંદડીની સાડી બનાવીને પહેરતી
ક્યારેક ઘરઘરતા તો ક્યારેક શિક્ષક બનતી,
મારી શાળાનાં ઓરડા ફરીયાદ કરે છે
આજે મારું ફળિયું મને બોલાવે છે..!
બેનપણીઓ સાથેની કચ કચ
ક્યારેક કિટ્ટા તો ક્યારેક બૂચ્ચા,
જૂનાં દિવસોમાં ફરી ખેંચી જાય છે
આજે મારું ફળિયું મને બોલાવે છે..!
– હેમાદ્રિ પુરોહિત