અછંદાસકવિતા કોર્નર

રાખ થઈ ભળી ગયા…

Spread the love
તમારી આંખોમાં આંસુ જોઈ અમે તો ખુલ્લી આંખે રડી ગયા,
બસ વાતો કરતાં હતા પ્રેમની આજે ઊભે ચોક તે છળી ગયા.

 

એ’તો દિલથી દિલની લાગણીઓને  ડાયરીમાં કેવાં કહી ગયા,
શબ્દોની એવી ગોઠવણીથી  આજે દિલની ચોખટ અડી ગયા.

 

એ’તો પ્રેમ ભરેલી નજરો નાંખી કેવાં  હસતાં ચહેરે વહી ગયા,
ફૂલોમાં જાણે  સુગંધ હોય  તેમ  લાગણીઓ કેવી વણી ગયા.

 

યાદ કરીને વીતેલી પળો વિરહની   સજા જાણીને સહી
ગયા,
અંધારા સાથે ઓરડામાં હવે એકલતાની આગમાં બળી ગયા.

 

હતાં સાથે ત્યારે કરેલાં નખરાં એકલાં થયા ત્યાં તો સમી ગયા,
પામવા તમને કરી  મથામણ કે પોતાનાંઓ  સાથેય લઢી ગયા.

 

પ્રેમનાં નામે મળી વેદનાં તમારાં હોવાં છતાંય પારકા રહી ગયા,
ના’તો ચહેરો અમે બતાવ્યો ને તમે કહેતાં રહ્યાં અમે નડી ગયા.

 

તમારાં નામેથી આ કલમ ઉપાડી કેટલું લખીને હાથ રહી ગયા,
ધીર થઈ જાત છે બાળી છેલ્લે ચિતામાં રાખ થઈ ભળી ગયા.

ધિરેનકુમાર કે. સુથાર “ધીર”

Related posts
અછંદાસકવિતા કોર્નર

આ કવિઓ વિશે શું કહેવું?

Spread the loveઆ કવિઓ વિશે શું કહેવું? મોસમમાં…
Read more
અછંદાસકવિતા કોર્નર

ફૂલદાની

Spread the loveફૂલદાનીના ફૂલ નકલી સાબિત…
Read more
અછંદાસકવિતા કોર્નર

જ્યારે હું નાની હતી

Spread the loveજ્યારે હું નાની હતી ખૂબ બોલતી મા…
Read more

Leave a Reply

%d bloggers like this: