ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સફળતાનો રોડ મેપ  

        સ્મિત બારમાં ધોરણમાં આવતાં ખૂબ જ ઉત્સાહિત હતો.તે દરરોજ ઘરે કહેતો કે આ વખતે તો હું નેવું ટકા જરુર લાવીશ.પણ જે મુજબ કહેતો તે મુજબ તેની તૈયારી એવી કંઈ ખાસ ન હતી.જયારે પણ તેને ઘરે ભણવાનું કહેતા ત્યારે એ એમ કહેતો કે એની તૈયારી ઘણી સારી છે.સ્મિતે બારમાં ધોરણની પરીક્ષા આપી પણ રિઝલ્ટ અપેક્ષા મુજબ ના આવ્યું.સ્મિતને ૬૫ ટકાથી સંતુષ્ટ થવું પડ્યું.

 

       ઉપર થઈ ભણતરની વાત,અસલ જીંદગીમાં આપણું વલણ આવું જ કંઈક હોય છે.આપણે દરરોજ સફળ થવું છે એવી વાતો કરતાં હોઇએ છીએ પણ જ્યારે સફળતાની સાચી વ્યાખ્યા પૂછવામાં આવે તો બહું ઓછાં લોકો જવાબ આપી શકતાં હોય છે.

 

      મારે મોટો બિઝનેસ કરવો છે,કરોડપતી બનવું છે, મારાય ઘરે ગાડી હશે,બંગલો હશે,લોકો મને એપોઈન્ટમેન્ટ લઈને મળવાં આવશે, આવાં દીવા સ્વપ્ન જોનાર લોકોની સંખ્યા કમ નથી. જ્યારે લોકોને પૂછવામાં આવે કે તેઓ આ પોઝીશન પર કેવી રીતે પહોંચશે ત્યારે તેમની પાસે કોઈ જવાબ નથી હોતો કે કોઈ સફળતાનો રોડમેપ તૈયાર કરેલો હોતો.ત્યારે તેમની ઉપરની બધી વાતો હાસ્યાસ્પદ બની જતી હોય છે.

 

     બહું ઓછાં લોકો સફળતાને બદલે સફળતાનો રોડમેપ બનાવતાં હોય છે અને તેને અનુસરતાં હોય છે.
લક્ષ્ય પ્રાપ્તિ માટે સખત પરિશ્રમ કરવું,લક્ષ્યને સતત સમર્પિત રહેવું,મોજશોખ તથા ઈતર પ્રવૃત્તિઓમાં ઓછું ધ્યાન આપવું,કામ પ્રત્યે આળસ ના રાખવી વગેરે બધાં સફળતા તરફ લઈ જનારાં પરિબળો છે.પણ આપણાં બધાનું ધ્યાન તો કેવલ સફળતા જ હોય છે અને પરિણામે ધાર્યા મુજબ કશું મેળવી શકતા નથી.

 

     સફળતા ના મળતાં ઘણાં લોકો નિરાશ થઇ જાય છે તો ઘણા લોકો ડિપ્રેશન નો ભોગ બનતાં હોય છે.કદાચ, સફળતાનાં પરિબળો પર ચાલીને માણસને એટલું દુઃખ સહન નહીં કરવું પડતું હોય જેટલું નિષ્ફળતાનો સ્વાદ ચાખીને કરવું પડે છે.

 

– ધવલ પુજારા ‘શ્વેત’

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શનવાર્તા અને લેખ

નાક છે?

“ઉભો રે ક્યા જા છો? ખબર નથી પડત…
Read more
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

See, the problem is real

આ ચોથો કે પાંચમો ડ્રાફ્ટ છે. ક્યારનો…
Read more
ગુજરાતી સાહિત્ય

ફોટોગ્રાફ

આજે વર્ષો પછી આ ફોટો હાથમાં આવ્યો…
Read more

Leave a Reply

%d bloggers like this: