ગુજરાતી સાહિત્ય

તે શું કર્યું ?

‘ તે શું કર્યું ? ‘ એક સ્ત્રીને જ્યારે એ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એ પ્રશ્ન નથી હોતો પરંતુ સ્ત્રીના માન,સન્માન અને લાગણીઓની હાનિ પહોંચાડવામાં આવે છે. યાદ કરો તમે એ સ્ત્રીને પૂછો છો કેજે સવારમાં સૌથી પહેલા જાગીને પોતે ભૂખી રહીને તમારા માટે ચા નાસ્તો તૈયાર કરે છે. સ્ત્રીનો મૂડ ઠેકાણે હોય કે ના હોય પરંતુ તમારા મૂડને ઠેકાણે લાવવા માટે જ્યારે ચા બનાવે છે ત્યારે તે ઊંઘમાં હોવા છતાં ચામા યોગ્ય માત્રામાં ચા , ખાંડ , આદુ , મસાલા અને સાથે સાથે થોડી લાગણીઓને ઉમેરી ચા ઉકાળે છે અને એ ચા પીને દિવસ તરોતાજા થાય છે. છતાં એને સાંભળવા મળે છે કે ચા તો સાવ મોળી છે ! પોતાના બાળકોને સ્કૂલ માટે તૈયાર કરી તેના માટે લંચબોક્સ ભરવો,વોટરબેગ ભરવી, સ્કુલ બેગમાં ટાઈમ ટેબલ પ્રમાણે બુક્સ ગોઠવવી, સ્કૂલે મોકલવા સુધીની તમામ જવાબદારીઓ મુંગામોઢે સંભાળે છે. ડિયર મારુ ટિફિન ક્યાં ? મારું લેપટોપ બેગ તૈયાર છે ને ? મારા કપડાંને ઈસ્ત્રી કરી ? મારી વોચ મને મળતી નથી. મારા મેચિંગ સોકસ ક્યાં છે ? દરેક સવાલોના જવાબ નિસ્વાર્થ પણે આપતી રહે છે. પારકા ઘરેથી આવેલી એ પારકાને પણ પોતાના બનાવવા માટે પોતાની લાગણીઓ રેડી દે છે. બપોરનું ભોજન હોય કે પછી રાતનું ભોજન બનાવવામાં આવે છે ત્યારે પોતાની ભૂખના ભોગે પરિવારના લોકોને થાળીમાં લાગણીઓ પીરસે છે. જ્યારે પરિવારના સભ્યો અમૃતના ઓડકાર ખાય એમાં જ એની ભૂખ સંતોષાઈ જાય છે.અને કેટલીકવાર કોઈ કારણોસર જમવાનું ખૂટી જાય તો કહે છે કે મને આજે ભૂખ નથી આવી ત્યાગ અને સમર્પણની મૂર્તિને આપણે પૂછીએ છીએ કે તે શું કર્યું ? પરિવારના સભ્યોની વસ્તુ સરનામા સહિત યાદ રાખે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોની પુષ્ટિ કરે છે, કેટલીકવાર પૈસાની તંગી હોય તો પોતાની જરૂરિયાતોને સંકેલીને હૈયાના બંધ પટારામાં મૂકી દે છે, અને પરિવારની જરૂરિયાતોની પૂર્તિ કરે છે, ઘરના કામની સાથે બહારના કામમાં પણ જોડાય છે અને પોતાના ઘર માટે ચાર પૈસા કમાવાની કોશિશ કરે છે. જેટલા પણ પૈસા ઘરમાં લાવે છે એ જરૂર પડે કામ આવે એ રીતે સંઘરીને રાખે છે. પોતે જે નિસ્વાર્થ ભાવે ઘરના લોકોની સેવા કરે છે એનો પગાર એ ક્યારેય નથી માંગતી.સ્ત્રીઓને ક્યારેય ઘરના કામમાંથી રજા નથી મળતી કે સ્ત્રીઓને ઘરના કામમાં ક્યારેય વેકેશન નથી હોતું છતાં પણ મશીનની જેમ કામ કરતી એને ખાલી થોડા પ્રેમ અને માન,સન્માન રૂપી ઊંજણની જરૂર હોઈ છે.છતાં પણ જ્યારે કેટલીક વાર અપમાનનો ભોગ બને ત્યારે એ છાના ખૂણે રડી લે છે પરંતુ એના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી.આવી સમર્પણ અને ત્યાગની મૂર્તિની કદર કરો યાર.ઘરની લક્ષ્મીની ઈજ્જત કરવાથી લક્ષ્મી રૂમઝૂમ પગલાં કરતી તમારા ઘરમાં આવશે. સ્ત્રી એક રૂપમાં અનેક સ્વરૂપ ધરાવે છે,
” કાર્યેષુ દાસી, કર્મેષુ મંત્રી,
ભોજેષુ માતા, શયનેષુ રંભા,
રૂપેશ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી,
શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની.”
આવી નિસ્વાર્થ ભાવે પરિવાર માટે લખલૂંટ લાગણીનો સ્ત્રોત્ર વહાવનાર સ્ત્રી માટે આપણે એમ જ પૂછીએ છીએ કે તે શું કર્યું ? પોતાના અંતરઆત્માને પુછો શું આ યોગ્ય છે ?

એક સ્ત્રીની ઓળખ કઈ ?
જન્મી ત્યારે હડધૂત થઈ,
બાળપણમાં પિતાના સહારે રહી
એક સ્ત્રીની ઓળખ કઈ ?

ભણીગણીને મોટી થઈ,
પાનેતર પહેરીને સાસરિયે ગઈ,
અટકની સાથે ઓળખ પણ બદલાઈ,
એક સ્ત્રીની ઓળખ કઈ ?

સાસરિયાની મર્યાદા જાળવવા,
પોતાનું અસ્તિત્વ જ ગળી ગઈ,
પોતાના જેવા એક અંશને જન્મ આપનારી એ પતિના હસ્તાક્ષર કરાવી ગઈ,
પોતાનું જીવન બીજાના નામે લખીને
પોતાની જાત સમર્પિત કરી ગઈ,
એક સ્ત્રીની ઓળખ કઈ ?


-તૃપ્તિ વી પંડ્યા ‘ ક્રિષ્ના ‘

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: