એ પ્રણય તું પણ કેવી જીદ કરે છે ?
હૈયાના હિંચકે બેસને કેવી હઠ કરે છે ?
ખૂબ જ આતુરતાથી આ આંખો રાહ જોવે છે પ્રિયતમની
ને ત્યારે જ તું લાગણીઓની કરોકટ કરે છે,
એ પ્રણય તું પણ કેવી હદ કરે છે?
શું પરિસ્થિતિ હસે જ્યારે કાનાએ ગોકુળ છોડ્યું હશે,
ગોકુળની આંખો જેને જોઇને ઠરે છે,
એ મારો વ્હાલો શ્યામતો રાધા પર મરે છે,
અરે ! અબોલ વાંસળી પણ ગજબની પ્રીત કરે છે,
એ પ્રણય તું પણ કેવી જીદ કરે છે ?
કેટલું ગહન વ્હાલ હશે આ પ્રેમનું?
મીરાં કાંઈ અમથાં ન કરે પારખું ઝેરનું,
દુનિયા એને જ કસોટીની સાચી રીત કહે છે,
એ પ્રણય તું પણ કેવી જીદ કરે છે?……
તૃપ્તિ વી પંડ્યા ‘ ક્રિષ્ના ‘