કવિતાકવિતા કોર્નર

પ્રેમનો રંગ….

રાધા રંગાય શ્યામના રંગે,
વૃંદાવનમાં ફાગ ઉજવાય ઉમંગે,
રાધિકાનું હૈયું હરખે,
ગોપીઓના મુખડા મલકે,

 

યમુના નદીના કિનારા સામે,
ઘેરૈયાની રંગત જામે,
ફાગણ કેરા ઉત્સવ કાજે,
ઢોલ, નગારા,મૃદંગ વાગે,

 

રંગભરી પિચકારી લઈને
રાધિકા પાછળ કાનો ભાગે,
રંગો કેરી છોળો ઉડતા
વૃંદાવન આજે મોરપિચ્છ લાગે,

 

યૌવન હિલોળે ચઢ્યું છે આજે,
પિચકારી સંગે શામળિયો સાજે,
ઉભી રે રાધા તને મેલું નઈ આજે,
ચૂંદલડી ભીંજાય કેસુડા સાથે,

 

વાંસળી કેરા સુર સથવારે
રાધિકાતો દલડું હારે,
દોડી આવે શ્યામના દ્વારે
પ્રેમના શ્યામ રંગમાં રંગાય ત્યારે….

 

લી.તૃપ્તિ વી પંડ્યા ‘ ક્રિષ્ના ‘ ( ભાવનગર )
જય દ્વારકાધીશ…..

Related posts
અછંદાસકવિતા કોર્નર

ચરમસીમા

જો ને, તમે જાતે જ ધારી લીધું,કે એ તેને…
Read more
કવિતાકવિતા કોર્નર

પપ્પા

પપ્પા મારા પપ્પામને વ્હાલા…
Read more
કવિતાકવિતા કોર્નર

માણસ

બહુ ઓળખો તો છતો થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય છે?દૂરથી ડુંગરા રળિયામણા સોહાય છે.નજીક થી ચડવા ક્યાં પોસાય છે?સાથે રહો તો ડાઘા દેખાય છે.કદરૂપું અંતરેથી ક્યાં જણાય  છે?પામીને ખોટનો  ધંધો કરાય છે.ચાહવામા ક્યાં પૈસો ખર્ચાય છે?સંબંધની સીડી અટકીને ચડાય છે.નિભાવવાનું પગથિયું ક્યાં ચૂકાય છે?પાસેથી જાણવામાં જોખમ જણાય છે.‘કેમ છો?’ થી  ક્યાં  માણસ કળાય છે ?કેમ કરીયે ચિંતન આવું શાને થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય  છે ? અવનિ…
Read more

Leave a Reply

%d bloggers like this: