રસ્તો ક્યાંય નથી જતો આ વટેમાર્ગુઓ ભટકી જાય છે ,
બસ આમ જ તરવા મથીએ છીએ ને ડૂબી જવાય છે,
નથી સમજાતું શું સવાલ હોય છે ને, એના માટે શું જવાબ હોય છે
પણ આ જિંદગી છે જ્યાં જાઓ ત્યાં રોજ નવી પરીક્ષા હોય છે,
ક્યાં પહોંચશે આ સ્વાર્થી દુનિયાની યાત્રા કોણ જાણે છે,
રોજ દિવસો પસાર થાય છે ને આયખું ઓછું થતું જાય છે ,
છાપ હોય કે કાંટો બન્ને સિક્કાના જ પાસા છે ને,
અડધી જિંદગી તો આ સમજણમાં જ વેડફાય છે ,
કતારોમાં ઊભી રહેલી ઉદાસીને આમ રોજ અંજામ દેતો જાય છે,
અરે ઓ ગઝલકાર તું આ જગના દ્રષ્ટિકોણનો પર્યાય બદલતો જાય છે.
– દિશા પટેલ