કવિતાકવિતા કોર્નર

એકાંત….

લાગણીઓના દર્પણમાં જાત સાથેની સમજણમાં,
મન મંદિરના કોઈ ખૂણેથી ક્યાંક એકાંત સર્જાય છે,

 

દરિયાના ઘૂઘવાટ વચ્ચે શાંત  પાણીના ખળખળ વચ્ચે પંખીઓના કલરવ વચ્ચે ક્યાંક એકાંત શોધાય છે,

 

વિતેલા સમયની પળપળ વચ્ચે સૂતેલા ક્ષણની સળવળ વચ્ચે ભવ્ય ભૂતકાળના સથવારા માં ક્યાંક  એકાંત રોકાય છે,

 

બંધ આંખોના પોપચાં નીચેને દિવસના અંધારા વચ્ચે,
સ્વપ્ન મહેલના ઝરૂખામાં ક્યાંક એકાંત ડોકાય છે,

 

જીવનની જંજાળ વચ્ચે દુનિયાદારીની સંભાળ વચ્ચે ,
અસ્તિત્વની શોધમાને શોધમાં ક્યાંક એકાંત સમજાય છે,

 

ભીતરની ભીનાશ વચ્ચે તૂટેલા વિશ્વાસ વચ્ચે,
લાગણીઓના બંધન વચ્ચે ક્યાંક એકાંત જોડાય છે,

 

કમાવાની હોડમાને જીવનની ભાગદોડમાં,
માન સન્માનનને પ્રતિષ્ઠામાં ક્યાંક એકાંત ખોવાય છે,

 

યાદોના આ પાના વચ્ચે કવિતાના સરનામા વચ્ચે,
શબ્દોના સથવારા થકી ક્યાંક એકાંત રચાય છે….

 

.તૃપ્તિ વી પંડ્યા ‘ ક્રિષ્ના ‘

Related posts
કવિતા કોર્નરગઝલ

છેતરી જાશે

ચમન તુજને સુમન, મારી જ માફક છેતર…
Read more
કવિતા કોર્નરગઝલ

ઘણું હોત

આ મૌન પરસ્પરને વફાદાર ઘણું…
Read more
કવિતા કોર્નરગઝલગઝલગંગા

ઉપર

પાર જાશે કે નહીં, અટકળ ઉપર,ઘેલછાએ દોટ…
Read more

Leave a Reply

%d bloggers like this: