પાગલ થઈ ગઈ છે કે શું? પોતાના શોખને ખાતર દોઢ વર્ષની દીકરીને લઈને આમ ગરબાક્લાસ શરૂ કરી દીધા છે. કેમ અન્યોને શીખવીશ? હજુ તો પંડ પણ એટલું કામ નથી આપતું અને પ્રસૂતિના ટાંકાને પણ માંડ રૂજ વળી છે.

ઊપરથી સાસુ સસરા અને પતિ અકસ્માતમાં દેવલોક પામ્યા એના વધુ મહિનાઓ પણ નથી વીત્યા. ગજબ છે નહીં? નાક શરમ હોય એને પાછું વળતા આવડે. પણ તારે શું લેવાદેવા?

રોજની આવી પાડોશીની ટીકાથી રોમા ટેવાઈ ગયેલી. પોતે બધાની વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખતી હોય તેમ દીકરીને દુપટ્ટા વડે વાંહે બાંધી ગાડી લઈ પોતાના ક્લાસ પર સવારથી જવા નીકળી પડતી.

પરિવાર અને પતિને ગુમાવ્યા બાદ નાની દીકરી સાથે એકલી રહેતી રોમા માટે ગરબા કલાસ એક જ કમાણીનો મોકળો માર્ગ હતો. પોતાની આવડત અને કળા થકી જ એ પગભર બનવા ઈચ્છતી હતી.

ત્રણ વર્ષ પછી નવરાત્રીમાં જ્યારે રાજ્યના મુખ્યમંત્રીના હાથે રોમાને “ગુજરાતની ગરબા કવીનનો” ખિતાબ એનાયત થયો ત્યારે સાડા ચાર વર્ષની દીકરી મા ને ખૂબ જ હરખથી ભેંટેલી અને એ જ પાડોશીઓએ ઓડિયન્સમાં બેસીને કિલકારીઓ કરીને કહેતા નહોતા થાકતા કે રોમા તો અમારા મહોલ્લામાં રહેતી અમારી પડોશી છે. પાડોશીના આ શબ્દોએ નવરાત્રીની એ નવમી રાતમાં જાન ભરી દીધી…..A+

અંકિતા મુલાણી
રિચ થીંકર

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શનવાર્તા અને લેખ

નાક છે?

“ઉભો રે ક્યા જા છો? ખબર નથી પડત…
Read more
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

See, the problem is real

આ ચોથો કે પાંચમો ડ્રાફ્ટ છે. ક્યારનો…
Read more
ગુજરાતી સાહિત્ય

ફોટોગ્રાફ

આજે વર્ષો પછી આ ફોટો હાથમાં આવ્યો…
Read more

Leave a Reply

%d bloggers like this: