કવિતાકવિતા કોર્નર

ધુમાડો થઈ જાય

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય
એ કંઈ જેવી તેવી વાત નથી

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી

આંગળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી સાવ થાય છે અળગા
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય
એ કંઈ જેવી તેવી વાત નથી

સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહિ સરકે
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય
એ કંઈ જેવી તેવી વાત નથી

સંદીપ ભાટિયા

Related posts
કવિતા કોર્નરગઝલ

હાસ્ય ચાહું

ગાલગાગા /૪ 〰️〰️〰️〰️〰️. ચાહની રાહે વધ…
Read more
અછંદાસકવિતા કોર્નર

બહુ જોખમ છે

એક બીજાને મળવામાં બહુ જોખમ છે, લોકો…
Read more
કવિતા કોર્નરગઝલ

પડકાર

(અનુષ્ટુપ છંદ) અસ્થિર મન માનવ, મતિ તાર…
Read more

Leave a Reply

%d bloggers like this: