“ઉભો રે ક્યા જા છો? ખબર નથી પડતી લોકડાઉન છે. લાવ 1000.” પોલીસે એક વ્યક્તિને ઉભો રાખ્યો.

“સાહેબ, હું IPL રમવા જાવ છું ટીમમાં છું.”
“અરે માંફી જાવ જાવ. જીતીને આવજો.”

“આ પાછો જો બીજો આવ્યો.. એ ઉભો રે લાવ 1000.”

“સાહેબ, હું ફિલ્મ સ્ટાર છું શુટીંગ શરું છે.”
“ઓહો, અંધારામાં ઓળખ્યા નહીં એક સેલ્ફી થઈ જાય.”

“આ મરશે કોરોનામાં જો પાછા ટોળાના ટોળા નીકળ્યા. આખી રાત તો શાંતી ના હતી અત્યારે પણ આ ટોળા માસ્ક વગર નીકળી પડ્યા. ઉભા રહો બધા, લાવો 1000..1000”

“નેતાજીની રેલીમાં જઈએ છે, લો આ પરમીશન લેટર.”
“વાહ, જાવ જાવ નારા જોર જોરથી લગાવજો.”

“આ અર્ધી રાત્રે બધા બાવા ક્યા ઉપડ્યા છે? ઊભા રહો મહારાજ ઊભા રહો. લોકડાઉન છે ને તમે બધા અર્ધી રાત્રે ક્યા ઉપડ્યા? તમને માંરે દંડ પણ કેમ કરવો?”

“બચ્ચા, કુંભ મેળા લાગેલા હૈ વહા હમ જાતા હૈ.”
“ઓહોહો.. બાબાજી તમારી જય હો. મારા વતી પણ સ્નાહી સ્નાન કરજો.”

“આ કોણ છે માસ્ક મોઢે રાખેલો, ઉભો રે.. ઉભો રે..”

“સાહેબ, મજુર છું સામાન્ય માણસ. દનીયુ કમાવવા જાવ છું.”
“પેલા 1000 લાવ.. માસ્ક તારું મોઢા પર છે નાક પર નહીં.”
“સરકારને જ નાક નથી રહેવા દીધું સાહેબ, જોઈ  લો ખિસ્સા નીકળે એટલા તમારા.”

સુનિલ ગોહિલ “માસ્તર”

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

રકાબીમાં ચા

લાલઘુમ થઈ ગયેલો જનક, રુમમાં બધુ આમ તેમ…
Read more
ગુજરાતી સાહિત્યધર્મ અને વિજ્ઞાનવાર્તા અને લેખ

અક્ષય તૃતીયા

આપણાં સનાતન ધર્મમાં, પંચાંગમાં આખા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વિચારોની વ્યથા

2020 , સમગ્ર વિશ્વમાં અને ભારતમાં…
Read more

Leave a Reply

%d bloggers like this: