કવિતા કોર્નરગઝલ

પડકાર

(અનુષ્ટુપ છંદ)

અસ્થિર મન માનવ, મતિ તારી ભ્રમિત છે,
ઉછંગે જેના ઉછર્યો એ ધરા તારી માત છે.
ત્રાહિમામ વિચલિત ધરતીનો પોકાર છે,
માનવ બન માનવ, તને એ પડકાર છે.

ઉછર્યો ઉગર્યો, પામી સંતૃપ્તિ પોષિત થયો,
સંસ્કૃતિ નષ્ટ કરીને સમાજ શોષિત કર્યો.
વિદ્યા જ્ઞાનથી દૂર છે, દંભી તારા વિકાર છે,
અજ્ઞાની માંથી જ્ઞાની થા, તને એ પડકાર છે.

હે અકર્મી ! આ આળસ નિંદ્રા તારું અજ્ઞાન છે,
પરિશ્રમ એકમાત્ર ઉદ્ધારનો ઉપાય છે.
ઈર્ષ્યા દ્વેષથી મુક્ત થા શાંતિ તારી સમીપ છે,
ફળ ત્યાગી શ્રમ કર, તને એ પડકાર છે.

દુઃખ પીડા કેમ તારા આ મનમાં અપાર છે ?
અહંકાર મોહ કેમ મસ્તિષ્કમાં સવાર છે ?
ક્યા પથ પર અતૃપ્ત આત્મા તારી સવાર છે ?
ઈશ્વર માર્ગને જાણ, તને એ પડકાર છે.

પ્રેમ કરુણા ધૈર્યથી કર્તવ્યપાલન કર,
ભક્તિજ્ઞાનરસ પીને તું નિષ્કામકર્મ કર.
જીવન એ આત્માથી પરમાત્માની સફર છે,
પરમાત્માને પામીજા, તને એ પડકાર છે.

  • કેતવ જોષી

Related posts
Our Columnsકવિતા કોર્નરગઝલગઝલગંગા

અવસ્થા કેટલી એવું કદી ના પૂછશો અમને

અવસ્થા કેટલી એવું કદી ના પૂછશો…
Read more
અછંદાસકવિતા કોર્નર

એકાંત

શ્વાસોના શ્વાસને શૂન્યવકાશમાં ભર…
Read more
કવિતાકવિતા કોર્નર

નોંધી લેજો

ચોપડે અમારી શહાદત નોંધી લેજો,ચોપડે…
Read more

Leave a Reply

%d bloggers like this: