કવિતાકવિતા કોર્નર

રામાયણ….

( અનુષ્ટુપ છંદ )
સૂર્ય સમ તેજોમય, ચંદ્ર સમ શીત મન,
આર્યવર્તે અવતર્યા, ધન્ય  અવધના જન,
કૌશલ્યા સુમિત્રા સાથે, કૈકેયી પ્રેમાળ માતા,
જગતપિતાના પિતા બન્યા  દશરથ રાજા.

 

ચૈત્ર સુદ નોમ આવી, પ્રગટ્યા શ્રી ભગવાન,
ભરત લખન અને શત્રુઘ્નના ભ્રાતા રામ.
શિરે શોભે છે મુકુટ, હસ્તે ધનુષ્ય ધરી,
ઉગાર્યા સાધુ સંતોને, રાક્ષસોનો વધ કરી.

 

સ્વયંવર જીતી વસ્યા જાનકીના હૃદયમાં,
પિતાના વચને ગયા, રાજ ત્યજીને વનમાં.
વનવાસી રૂપ ધર્યા, નમન ભાવ પોકાર્યા,
ગંગા નદી પાર કરી, કેવટના કુળ તાર્યા.

 

પાપીઓને મુક્તિ આપી, ચિત્રકુટમાં વસીને,
ભક્તોને ઉગારી લીધા, મુખે સૌમ્યતા ધરીને.
રાવણે સીતા હરવા, ધર્યું  બ્રાહ્મણનું રૂપ,
વિરહે વિલાપ કરે ત્રણેય લોકના ભૂપ.

 

સીતાજીને શોધે દસેય દિશામાં ભટકતા,
શબરીને ઉદ્ધારવા, એંઠા બોર આરોગતા.
નિરાશના થશો તમે પ્રભુ શ્રી રઘુનંદન,
શોધી લાવીશું સીતા માં, કહે છે કેસરીનંદન.

 

સમુદ્રમાં સેતુ બાંધે, ઉદ્યમથી આખી સેના,
નલ નીલ અંગદને, મંત્રી હનુમંત એના.
અશોકવાટિકે સિયા, પ્રાર્થના કરે પ્રભુને,
રામેશ્વરે કરી અર્ચા, રામ વિનવે શંભુને.

 

અધર્મના નાશ માટે ધર્મનું યુદ્ધ રચાય,
ઘમંડ મયી સોનાની લંકા ભસ્મીભૂત થાય.
અભિમાન અસ્ત્યે જ્યાં લંકાપતિનું હણાય,
રામચંદ્રનો સ્વર્ણિમ  ઇતિહાસ રચાય…..

 

લી.તૃપ્તિ વી પંડ્યા ” ક્રિષ્ના “

Related posts
અછંદાસકવિતા કોર્નર

ચરમસીમા

જો ને, તમે જાતે જ ધારી લીધું,કે એ તેને…
Read more
કવિતાકવિતા કોર્નર

પપ્પા

પપ્પા મારા પપ્પામને વ્હાલા…
Read more
કવિતાકવિતા કોર્નર

માણસ

બહુ ઓળખો તો છતો થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય છે?દૂરથી ડુંગરા રળિયામણા સોહાય છે.નજીક થી ચડવા ક્યાં પોસાય છે?સાથે રહો તો ડાઘા દેખાય છે.કદરૂપું અંતરેથી ક્યાં જણાય  છે?પામીને ખોટનો  ધંધો કરાય છે.ચાહવામા ક્યાં પૈસો ખર્ચાય છે?સંબંધની સીડી અટકીને ચડાય છે.નિભાવવાનું પગથિયું ક્યાં ચૂકાય છે?પાસેથી જાણવામાં જોખમ જણાય છે.‘કેમ છો?’ થી  ક્યાં  માણસ કળાય છે ?કેમ કરીયે ચિંતન આવું શાને થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય  છે ? અવનિ…
Read more

Leave a Reply

%d bloggers like this: