2019-nCoV Chinese Respiratory Coronavirus Vaccine. Funny cartoon illustration. Microscopic view of the viral cell Covid-19. The medicine for treatment. Scientific research. Creative concept. 3D render.

ગુજરાતના મુક્ખમંત્રીન જોગ,

ઠેકોણું બહુ ખબર નહિ પણ,
ગોંધીનગરમાં સ,
તમ તમારી રીતે પોચાડી દેજો ભૈ…
વિષય: આ કોરોનાની વેસ્કિન લેવાની સ ન એટલ લખું સુ.
     જુઓ સાહેબ, મારું નોમ હસમુખભાઈ જીવનદા સ. ઓમ તો બધા હસુભાઈ જ કોઈ સી, પણ તમાર જે કેવું હોય એ કેજો ન બાપા, આ અમણથી હોંભળ્યું સ ક આ મૂઆ કોરોનાની દવા આઇ જઈ સ, મુયું ચેવુ નોમ સ બર્યું બોલતય નહિ આવડતું, હું કેશ વળી પેલું કોક વેસ્કીન ક એવું કોક, તે મારય વરી એ વેસકીન લેવાની સ, અન હોંભળો તામાર ભાભીનય લેવાની જ સ, એ તો મૂઈ ના પાડ સ, પણ ભૈ અલાઈ દેવી પડ ન, માર એકનું એક બૈરું સ, કોક હા ના થઈ જાય તો, એ જોવું પડ ન ભૈ.

 

તે મુ હું કેતો તો ક જુઓ ઓમ તો પેલું આ વેસકિન માટ પેલું કોક ઓનલાઇન રજરિટેશન કરવાનું હોય સ પણ ભૈ જુઓ અમે બે તો એકલો સીએ, અન અમોન આવું બધું ઓનલાઇન ન ફોનલાઈન આવડ નઈ બધુ, અન છોકરો બોકરો કોઈ સ નઈ અમે તો ઓય એકલો રઈએ સીએ, એટલ અન અતાર ચો કોકના ઘેર જઈએ વરી, તે કોક લખીયાલ, આ કોકના ઘેર જઈએ અન ઈન મારા દિયોર કોરોના થઈ જાય તો, માર તો ઘરધણી ન ધર દાડા થૈ ન ઉભુ રે અમણ… એટલ આ કાગળ લખું સુ, ક અમન બે જણ ન આ કોરોનાની વેસ્કીન આપો,

 

અન હોભળ્યું સ મારા હાળાનું આ વેસ્કીન લીધા પસી કોક તાવ – બાવ આવ સ, ભૈસાબ જોજો, આવી વેસ્કીન ના આલતા, મારું હાહરું આ જબરું દવા લઈન ય મોદુ જ પડવાનું, અમાર તો ઓય કોઈ કોમ કરવા વારુય નહિ ભૈ, તમાર ભાભી ન કોક થૈ જાય તો અમણ માર તો લેવાના દેવા થૈ જાય ન, તે હાચવી કરી ન આ વેસ્કીન આપ એવું કેજો આમાર બાજુ વારા ડોકટરો ન હો…. નકર મારા દિયોરના ઊંધું ઘાલીન સીધી હોય ઘાલી જ દૈસી, તે આટલું થોડું કરાવજો ન મોન રાખી ન.

 

અન બીજું કો, ભાભી ચમનો સ, ઘેર બધો હારો સ ન, બર્યુ અમણ હોભર્યું તું ક તમનય બર્યો આ કોરોના થૈ જ્યોતો, ભૈ હાચવજો બાપા, તમાર તો આખા ગુજરાત દેશની ચિંત્યા હોય બરી, મુયુ બહુ ચિંત્યાં ના કરશો, પણ આ નેના દિયોરની પબ્લિક મોનતી જ નહિ ન એટલ તમાર કોક તો કરવું પડ ન, હાર તાણ આવજો કૌસુ, અન ઘેર બધોન હાચવાજો પાસા, અન ભાભી ન કેજો હસુભાઈએ રોમ રોમ કીધા સ….

 

                                        લિ.
                              હસુભાઈ હચમચી જેલા.
Parth Valand

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શનવાર્તા અને લેખ

નાક છે?

“ઉભો રે ક્યા જા છો? ખબર નથી પડત…
Read more
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

See, the problem is real

આ ચોથો કે પાંચમો ડ્રાફ્ટ છે. ક્યારનો…
Read more
ગુજરાતી સાહિત્ય

ફોટોગ્રાફ

આજે વર્ષો પછી આ ફોટો હાથમાં આવ્યો…
Read more

Leave a Reply

%d bloggers like this: