Our Columnsપહેલું સુખ તે જાતે નર્યા

WHO – World Health Organization 

દરવર્ષે વિશ્વ આરોગ્ય સંગઠનના જન્મદિવસના સ્વરૂપમાં 7 એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરોગ્યની બાબતમાં આ એક મહત્વનો દિવસ છે.

 

ઇસ. 1948માં 7 એપ્રિલના દિવસએ વિશ્વ આરોગ્ય સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને આ સંગઠનની પહેલી બેઠકમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. પરંતુ તેની ઉજવણીની શરૂઆત 1950થી થઈ. જેમ જેમ વિશ્વના દેશો આ સંગઠન સાથે જોડાતા ગયા તેમ તેની વૃદ્ધિ થતી ગઈ. આ વર્ષે સમગ્ર વિશ્વ 71મો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવશે.

 

WOHની 150થી પણ વધુ ઑફિસ દુનિયાના છ ખંડોમાં આવેલી છે, જેમાં 7000થી પણ વધુ લોકો કાર્યરત છે. WHOનું હેડ ક્વાર્ટર જિનિવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે. WHOનું એક મુખ્યાલ દિલ્હી ખાતે પણ આવેલું છે.

 

શરૂઆતમાં WHO સાથે જોડાયેલા દેશો જ આ દિવસને ઉજવતા હતા. પરંતુ સમયની સાથે WHOના સદસ્ય દેશોની સંખ્યા વધતી ગઈ. સાથે જ સમગ્ર વિશ્વ હવે આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યું છે.

 

છેલ્લા 71 વર્ષોથી દુનિયાના સારા આરોગ્ય માટે આ સંસ્થા અવિરતપણે કામ કરી રહી છે. તે સંયુક્ત રાષ્ટ્રની સાથે સાથે બીજી ઘણી સંસ્થાઓ, સમૂહો અને બીજા ઘણાં સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને કામ કરે છે. સરકાર સાથે મળીને તે સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવે માટે મદદ કરે છે. એવી દરેક સંસ્થા જે સ્વાસ્થ્ય સંબંધી કામ કરે છે તેને સહયોગ પૂરું પાડે છે. અને તેમની પ્રગતિના ક્ષેત્રમાં યોગદાન આપે છે.

 

આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. તેનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી જાગૃતતા ફેલાવાનો અને લોકોની સમસ્યાઓ પર વિચાર કરીને તેનો ઈલાજ કરવાનો છે.

 

દરવર્ષે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના માનમાં એક વિષય નક્કી કરવામાં આવે છે. એ વિષય પર જ, પછી આખું વર્ષ કામ કરવામાં આવે છે.

 

વિશ્વ આરોગ્ય દિવસ 2021નો વિષય, “એક નિષ્પક્ષ અને સ્વસ્થ દુનિયાનું નિર્માણ” છે.

 

સમગ્ર દુનિયા અત્યારે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓ સામે લડી રહી છે. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે આગળ વધીને સ્વસ્થ દુનિયાનું નિર્માણ થાય. તે માટે જ વિશ્વ આરોગ્ય સંગઠન તે તરફ હરણફાળ ભરી રહ્યું છે.

 

દુનિયાભરમાં લાખોની સંખ્યામાં લોકો આજે મોટી અને ક્યારેય ન જાણેલી બીમારીઓ સામે લડી રહ્યા છે. તે પછી પોલિયો, કેન્સર, ટીબી, એઇડ્સ જેવી ઘાતક બીમારીઓ હોય કે પછી કોરોના, ઝીકા, ઇબોલા, સાર્સ, સ્વાઈન ફલૂ જેવા કદી ના જોયેલા રોગ હોય… લોકોને શારીરિક, માનસિક અને સામાજિક રૂપથી સ્વસ્થ બનાવવા માટે જાગૃકતા લાવવી જ આ દિવસનો મુખ્ય હેતુ છે.

 

વિશ્વ આરોગ્ય દિવસની મદદથી લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખે તે જ આ દિવસનો ઉદેશ્ય છે. WHO તેના માટે દરેક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરી રહેલા આરોગ્ય સંગઠનની મદદ કરીને સહયોગ પૂરો પાડે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું માનવું છે કે, “માનસિક, શારીરિક અને સામાજિક રૂપથી સ્વસ્થ રહેવું જ સંપૂર્ણ સ્વાસ્થ્યની વ્યાખ્યા છે.”

 

સ્વાસ્થ્ય બાબતે જાગૃકતા ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તાજેતરમાં બનેલી આરોગ્ય બાબતોને ધ્યાનમાં રાખીને સ્વસ્થ જીવન જીવવા, પૌષ્ટિક આહાર ખાવા, યોગ્ય વ્યાયામ અને યોગ કરવા જેવી સકારાત્મક વસ્તુઓ પ્રત્યે લોકોનું ધ્યાન દોરવામાં આવે છે.

 

કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં જ્યારે દુનિયાના મોટા મોટા દેશ ભાંગી પડ્યા છે, લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે સક્ષમ નથી. ત્યાં WHO પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે. તેમના વૈજ્ઞાનિકો, ડોકટર્સ અને દરેક સ્ટાફ દુનિયાને વધુ સારું સ્વાસ્થ્ય આપવા માટે કાર્ય કરી રહ્યા છે.

 

તેઓ સ્વીકારે છે કે વિશ્વના દરેક વ્યક્તિને સારું સ્વાસ્થ્ય મેળવવાનો હક્ક છે. તે પછી ગમે તે દેશ, જાતિ કે ધર્મ, ઉંમર, રંગનો હોય. આરોગ્ય પર દરેક વ્યક્તિનો સમાન અધિકાર છે.

 

આવી વૈશ્વિક મહામારીમાં તેઓ દરેક દેશને મદદ કરી રહ્યા છે. સરકાર સાથે તાલમેલ ગોઠવીને કોરોના સામે લડવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. તેના માટે તે ફંડ ઉઘરાવવા, વિવિધ કાર્યક્રમો, અને રિસર્ચ કરી રહ્યા છે. સમયાંતરે ગાઈડલાઈન આપીને લોકોમાં જાગૃકતા લાવવા પુષ્કાળ પ્રયત્ન તેઓ કરી રહ્યા છે.

 

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વની વૃદ્ધિમાં ઘણા અવરોધ ઉત્પન્ન કર્યા છે, તે છતાં વિશ્વ આરોગ્ય સંગઠન અને બીજી તેવી ઘણી સંસ્થાઓ આરોગ્ય બાબતે સંતુલન બનાવી રાખવા માટેના પ્રયત્ન કરી રહી છે.

 

WHOનું મુખ્ય કાર્ય લોકોના સ્વાસ્થ્યને જાળવવાનું અને દરેક વ્યક્તિ સુધી તે પહોંચાડવાનું છે.

 

સારું સ્વાસ્થ્ય એ ખુશીઓની સાચી ચાવી છે જે ચહેરાની મુસ્કાન જાળવી રાખે છે.

 

વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને પોતાનું અને પોતાની આસપાસના દરેક વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ. આ સમય સંગઠિત રહીને સાથે મળીને મુસીબત સામે લડવાનો છે. “આરોગ્ય જ સંપત્તિ છે” આ વાક્ય સમજીને તેને સાકાર કરવાનો જ આ સમય છે.

 

WHO – “Building a fairer, healthier wolrd for everyone”

 

“દરેક માટે સ્વસ્થ અને સ્વસ્થ વિશ્વ નિર્માણ.”

 

– Mansi vaghela.

Related posts
Our Columnsમાસ્તરની વાર્તા

ઉપમાતા

“આતા દૂધમાં તો ઘણો હવાદ સે. દુજણી હાર…
Read more
KidzoniaOur Columns

Mony and Tony

When Mony went to Tony’s House He was sitting on the couch with his spouse. Watching a…
Read more
Horror StoriesOur Columns

કોલ્ડ એજ - સ્ટોરી ઓફ ટાઇમ ટ્રાવેલ

CHAPTER 4 “આ બધું શું છે? એક જ માણસ એક સમયે…
Read more

Leave a Reply

%d bloggers like this: