PC - Google

આપણાં સનાતન ધર્મમાં, પંચાંગમાં આખા વરસમાં સાડા ત્રણ દિવસ અગત્ય નાં હોય છે. એક વસંત પંચમી, બીજો અક્ષય તૃતીયા ત્રીજો અષાઢી બીજ, અને અડધો દિવસ દશેરા નો આમ વગર પૂછ્યે સારાં કામો, અટકેલાં કામો કે નવા શુભારંભ આ સાડાત્રણ દિવસો માં મૂરત જોયા વગર કરી શકાય છે. આજે આપણે અખાત્રીજનાં દિવસનું મહત્વ કેમ છે? એ વિષે જાણીએ.

વૈશાખ સુદ ત્રીજ ને અક્ષય તૃતીયા કહેવાય છે. અક્ષય એટલે અતૂટ કદી ભાંગે નહીં અને અહીં કદી ખૂટે નહીં ક્ષય ન થાય એવું પણ કહેવાય. માટે આદિવસ નાં જે કાર્ય થાય એ અતૂટ રહે છે. દાન ધર્મ કે સુકર્મ નું આ દિવસે અધિક ફળ મળે છે. આપણે ધર્મ ને જાણતાં જોઇએ કે આ દિવસે વિષ્ણુ ભગવાન નાં છઠ્ઠા અવતાર રુપે શ્રી પરશુરામ ભગવાને ધરતી પરજન્મ લીધેલો. માતા રેણુકા અને પિતા જમદગ્નિ નાં સંતાન હતાં. બ્રાહ્મણ કુળમાં જન્મેલા તેથી બ્રાહ્મણો એમને પૂજે છે. જય પરશુરામ સેના બનાવી જયજય કાર કરે છે આજનાં દિવસે. અક્ષય તૃતીયા સાથે નાની ઘણી વાતો જોડાયેલી છે. આ દિવસે ધરતી પર મા ગંગાનું અવતરણ થયું હતું તેથી ગંગા અવતરણ (નદી)દિન પણ કહેવાય છે જે ત્રેતાયુગ માં થયું હતું. આ દિવસે ગંગા સ્નાન કરી પાપ મુક્ત થવાય છે. અંત સમયે માનવી ના મુખ માં ગંગાજળ આપવાથી મોક્ષ ગતિ થાય છે. આજ દિવસે શ્રી મહર્ષિ વેદ વ્યાસે શ્રી ગણેશ જી પાસે મહાભારત નાં મહાકાવ્ય લખવાનો શુભારંભ કરેલો. આજ દિવસે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવો ને અક્ષય પાત્ર વનવાસ દરમિયાન આપેલું જે કપરા કાળમાં કામ આવેલું. જે પાત્ર થઈ માંગતાં ખૂટે ના એ અક્ષય પાત્ર કહેવાય. શ્રી કૃષ્ણ ને મિત્ર સુદામા મુઠ્ઠી ભર પૌવા પોટલી માં ભેટ રુપે લાવી મળવા આવ્યા દ્વારિકા માં ને બંન્ને મિત્રો ઘણાં વરસે ભેટી ને મળ્યા. કૃષ્ણ એ મૈત્રી ભાવે એ ભેટ સ્વિકારી એથી એમની દરિદ્ર તા હરી લીધી ને એ અક્ષય તૃતિયા દિને મા અન્નપૂર્ણા નો પ્રાગટ્ય દિન ગણાયો. આદિવસે અન્નપૂર્ણા માને વિધ વિધ વાનગી બનાવી થાળ ધરાવી આરાધના કરી ધાન્ય ભંડાર અક્ષય રહે એવું વદે છે. આ દિવસે બદરી નાથ નાં દ્વાર ખૂલે છે પૂજા અર્ચના વિધિ કરી ચાર ધામ યાત્રા આરંભ થાય છે. આમ સર્વે ભક્તો ભક્તિ ભાવ થી પોતપોતાના ઇષ્ટ દેવનું પૂજન અર્ચન કરે છે.

આમ, અક્ષય તૃતીયા નાં દિવસે શુભ કાર્યો થી ચારે કોર લોકો માં, ભક્તોમાં હરખ છવાય છે. વિધ વિધ વાનગીઓ હર વૈષ્ણવ ઘરો માં ભગવાન ને ભોગ માં ધરાવી સકુટુંબ પ્રસાદ રુપે હળી મળી ને લે છે. અને અક્ષય તૃતીયા નાં આ તહેવાર ને ધર્મ ભાવ થી માણે છે. સનાતન ધર્મ આમ હર જાગૃત માનવ માં હરખથી અક્ષય તૃતીયા દિવસ તહેવાર રુપે ઉજવાય છે. અને અનેક ધર્મં ની વાતો જાણી ધન્યતા અનુભવે છે.

કોકિલા રાજગોર

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

દેવ વૈદ્ય અશ્વિની કુમાર

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતાને પત્ર

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતા : ઘરનું અસ્તિત્વ

એક સુંદર એવી ઈમારત મે જોઈ , આકર્ષક…
Read more

Leave a Reply

%d bloggers like this: