Fashion & LifestyleOur Columnsપહેલું સુખ તે જાતે નર્યા

અનિદ્રા – સૌથી મોટી બિમારી

ઊંઘ ન આવવાની સમસ્યા શરીર માટે ઘણી હાનિકારક હોઈ શકે છે. આવું ઘણા લોકોને થાય છે કે શરીર થાકેલું હોય છે, તેમ છતાં તેમને ઊંઘ આવતી નથી. કોઈને ટૂંકા ગાળાની અનિદ્રા (ઇંસોમિન્યા) હોય છે, તો કોઈને આ બીમારી લાંબા સમય સુધી ઘેરી રહે છે. જો કોઈને લાંબા ગાળાની અનિદ્રા હોય, એટલે કે, લાંબા સમય સુધી રાતના ઊંઘ ન આવતી હોય તેમજ થાક રહેતો હોય તો, આ માટે તેમણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ટૂંકા ગાળાની અનિદ્રા માટેની કેટલીક દેશી પદ્ધતિઓ મદદરૂપ થઈ શકે છે. હકીકતમાં ટૂંકા ગાળાની અનિદ્રા ક્યારેક તણાવ, અસ્વસ્થતા, નબળી જીવનશૈલી અથવા આવા કોઈપણ અન્ય કારણને કારણે થઈ શકે છે. કયારેક કોઈ વાત મનમાં ધર કરી જાય અથવા તો આવું માનસિક બિમારીને કારણે પણ થતું હોય છે. આવી એક સત્ય કથા આજે કહીશ.

આજ કાલ તો કોરોનાના વાયરાઓ વચ્ચે સૌ પોત પોતાની જીંદગી બચવા ઝઝૂમે છે, ત્યારે માતાપિતાને તેના બાળકોની ચિંતા પણ પોતાનાથી વધારે રહે છે. અનિંદ્રા એ સૌથી મોટી બિમારી છે એ આ કિસ્સામાં સાબીત થાય છે. આશરે 41 વર્ષની એક સ્ત્રી જે નબળાં મનની હતીં પરંતુ પોતાના પરિવાર અને ખાસ કરીને તેના બાળકોને લઈને ખુબ જ સેન્સેટીવ હતી. આ કોરોના કાળમાં જો પોતે કોરોનાનો ભોગ બની તો તેની ગેરહાજરીમાં તેનાં બાળકોનું શું થશે.? કેમ જીવશે? એવા કેટકેટલાંય સવાલો તેના મનને ધેરી વળતાં અને દિવસ રાત બસ હવે આજ સવાલો ના જવાબો ગોતવામાં તેનું મન દોડયાં કરતું. ધીરેધીરે રાતની ઉંઘ પણ ઉડી ગઈ ને આખી આખી રાત બસ આ જ પ્રશ્ર્નનો જવાબ શોધવામાં તેનું મન વિચાર્યા કરતું હતું. લાગલગાટ આઠ દસ દિવસ તો તેની આંખે પલકારો પણ ના માર્યુ ને બસ જાગતી જ રહી. તેનું આ વર્તન જોઈને આખો પરિવાર ટેન્શનમાં આવી ગ્યો અને તે ડૉક્ટર પાસે જવાં મંડ્યા પણ એ સમયે બહું લેટ થઈ ગયું હતું. હવે તો ઉંઘની ગોળી કે ઈન્જેક્શન પણ તેને અસર કરતાં ન હતાં. ભુજનાં લગભગ બધાં જ ડૉક્ટર પાસે તે ફરી વળ્યા પણ કાંઈ સુધારો થયો જ નહીં. હાલ તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હાડકું ટુટે તો પણ લોકો કોરોનાની જ દવાઓ કરે. અને એ બેન સાથે પણ એવું જ થયું. માનસિક રીતે પ્રોત્સાહન અને માનસિક રોગમાંથી બહાર લાવવાની દવાને બદલે તેને કોરોનાની દવાઓ ચાલું થઈ ગઈ.

આમ પણ કહેવાય છે કે જે માનસિક રીતે હારી જાય એને કોઈ ના જિતાડી શકે. એવું જ શાયદ આ બહેન સાથે થયું અને તેને કોરોનાના ડર એ જ એના શરીરમાં કોરોના ઉત્પન્ન કર્યો અને તેના પછી ચાર થી પાંચ દિવસમાં તો ભગવાનના ઘરનાં સદસ્ય બની ગયાં. તેનાં મનમાં એટલી તાકાત હતી કે કોરોનાના ભયમાં પણ કોરોના ઉત્પન્ન થઈ ગયો. અનિંદ્રાના કરણે તેના શરીરમાં અનેક રોગ વ્યાપી ગયા અને એજ તેના મોતનું કારણ બન્યો. અનિંદ્રા એ સોથી મોટી બિમારી છે જે માણસને એટલી હદે થકાવી નાખે છે કે તેના માટે માત્ર મોત જ એક આરામનો રસ્તો વધે છે. અનિદ્રાના અસંખ્ય પેટાપ્રકારો છે જે સંભવિત કારણોને અલગ પાડવા માટે મદદ કરે છે અને સારવારની પસંદગીને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરી શકે છે.

અનિદ્રા હાજર રહેવા માટે, ઊંઘની પૂરતી તક હોવા છતાં ઉપરની મુશ્કેલીઓ થવી જોઈએ, જેથી તે ઊંઘના અભાવને કારણે નહીં. વધુમાં, અતિશય અવાજ, પ્રકાશ, અથવા અન્ય વિક્ષેપો સાથે ગરીબ ઊંઘના પર્યાવરણ સાથે ગૌણ ન હોવા જોઈએ.

એકલા સાવચેત ઇતિહાસ પર આધારિત અનિદ્રાનું નિદાન થયું છે. કેટલાક કિસ્સાઓમાં, સ્લીપ લોગ અથવા સ્લીપ વેક એક્ટિગ્રેફી સંવેદનશીલ પુરાવા પ્રદાન કરી શકે છે. તે સામાન્ય રીતે જરૂરી નથી કે ઊંઘનો અભ્યાસ ન થાય ત્યાં સુધી અન્ય ઊંઘની સમસ્યા એ શરત માટે જવાબદાર હોવાનું મનાય છે. કમનસીબે, અનિદ્રાની ઘણીવાર અપરિચિત સ્લીપ એપિનિયાને ગૌણ બને છે, તેથી જો લક્ષણો ચાલુ રહે, તો ચકાસણી યોગ્ય હોઈ શકે છે.

આ ઉપપ્રકારોમાં નીચેનાનો સમાવેશ થાય છે:-

• સાયકોફિઝીયોલોજીકલ અનિદ્રા: ઊંઘ પર વધુ પડતી ચિંતા અને ધ્યાન કેન્દ્રિત સાથે ઉત્તેજિત ઉત્તેજના.
• આઇડિયોપેથિક અનિદ્રા: લાંબા સમયથી અને આનુવંશિક રીતે આધારિત, ઘણીવાર બાળપણમાં અથવા બાળપણની શરૂઆતમાં.
• વિરોધાભાસી અનિદ્રા: ઊંઘની રાજ્યની ગેરસમજને કારણે ભૂલ થઈ છે કે ઊંઘ આવી નથી.
• અપૂરતી ઊંઘની સ્વચ્છતા : નિદ્રા, કેફીન ઇનટેક, વેરિયેબલ ઊંઘની સૂચિ, અને બિન-ઊંઘ પ્રવૃત્તિઓ માટે બેડરૂમમાં ઉપયોગ કરીને ઊંઘમાં ખલેલ પાડતી આદતો.
• બાળપણની વર્તણૂકલક્ષી અનિદ્રા: સામાન્ય રીતે ક્યાંતો શિશુમાં ઊંઘનો પ્રારંભ અથવા ટોડલર્સમાં મર્યાદા-સેટિંગ પ્રકાર.
• માનસિક વિકારને કારણે અનિદ્રા: મોટેભાગે ચિંતા અથવા ડિપ્રેશન
• તબીબી સ્થિતિને કારણે અનિદ્રા: મોટા ભાગે ક્રોનિક પીડા અથવા સ્લીપ એપનિયા.
• ડ્રગ અથવા પદાર્થને કારણે અનિદ્રા: ઓવર ધ કાઉન્ટર, પ્રિસ્ક્રિપ્શન અથવા ગેરકાયદે પદાર્થોમાંથી નશો કે પાછી ખેંચી લેવાના કારણે હોઈ શકે છે.

અનિદ્રાના દર્દીઓ માટે મહત્વની ટીપ્સ:-

• સૂતી વખતે શરીરનાં જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય તેવી હળવી કસરતો, યોગાસન કરવાં. ચાલવું અને ઊંડા શ્વાસ લેવા.
રોજ નિયત સમયે પથારીમાં સુવાની આદત પાડવાથી એ જ સમયગાળા દરમિયાન ઊંઘ આવવાની પ્રકિયા કોઇપણ પ્રકારના પ્રયાસ વગર શરૂ થઇ જાય છે.
સુવાના સમયે ધાર્મિક સ્તવનો,ઇષ્ટ દેવતાનો જાપ વગેરે કરવાથી પ્રગાઢ નિદ્રા આવે છે તેવું ઘણા અનુભવીઓનું માનવું છે.
• સંશોધકો કહે છે કે ઊંઘવાના સમયથી એક કલાક પહેલાં મગજમાંથી કઇ પણ પ્રકારની સમસ્યાઓ અને ચિંતાઓને હાંકી કાઢવાથી ઊંઘનું આગમન સરળ બને છે. જેમકે ખોટા વિચારો લાવે એવી ટી.વી.ની સિરીયલને જોવાનું ઓછું કરવું કે રાત્રે ના જોવી અને મોબાઇલ ફોનને સ્વિચ ઓફ કરવો.
• ઊંઘ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકો માને છે કે સૂતી વખતના રોમાન્સ અને સેક્સ ઊંઘવાની ગોળીઓ જેવું કામ કરે છે.
• ગરમ પાણીનું સ્નાન કે હળવું સૌમ્ય સંગીત ઊંઘને આકર્ષિત કરે છે.
• આયુર્વેદનું કથન છે કે માથામાં રોજ તેલનું માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે. પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય છે અને પ્રગાઢ નિદ્રા આવે છે. પરિણામે ખોડો, ખરતાવાળ, વાળ સફેદ થવા, આંખે નંબર આવવા વગેરે સમસ્યાઓ અટકી જાય છે.
• આખા શરીરે માલિશ કરવાથી અનિદ્રાની સમસ્યા હંમેશને માટે ચાલી જાય છે.
• સૂતી વખતે પગચંપી આંખોનાં પોપચાં પર ભાર લાવે છે અને સરળતાથી ઊંઘ આવી જાય છે.

સારી ઉંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે.તો એ પ્રોબ્લેમ ના ઉપચાર માટે અમે ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે ભરપૂર ઉંઘ લઈ શકો છો.

ઘરેલું ઉપચાર:-

  1. રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઉંઘ આવશે
  2. ઉંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો
  3. રાત્રે ચા કે કોફી ન પીશો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઉંઘ નથી આવતી.
  4. સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો.
  5. સારી ઉંઘ માટે શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ એવા આસન છે જેને નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે.
  6. રાત્રે ગરમ દૂધનુ સેવન કરો અને તનાવથી મુક્ત રહો.
  7. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂરણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ ચૂરણ દૂધ સાથે લો. એક અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે.
  8. સલાડ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીને શેકીને તેને વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઉંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે.
  9. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ.
  10. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સુવુ ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ. તેનાથી તમે આરામથી સૂઈ શકો છો.

આ માહિતી અને સત્ય કથા વાંચેલી વાતો અને વાવળ છે.

પંક્તિ સોલગામા

Related posts
Our Columnsમાસ્તરની વાર્તા

ઉપમાતા

“આતા દૂધમાં તો ઘણો હવાદ સે. દુજણી હાર…
Read more
KidzoniaOur Columns

Mony and Tony

When Mony went to Tony’s House He was sitting on the couch with his spouse. Watching a…
Read more
Horror StoriesOur Columns

કોલ્ડ એજ - સ્ટોરી ઓફ ટાઇમ ટ્રાવેલ

CHAPTER 4 “આ બધું શું છે? એક જ માણસ એક સમયે…
Read more

Leave a Reply

%d bloggers like this: