ગુજરાતી સાહિત્ય

કાફ્કા

બાળ માનસનું ઘડતર અને તેના વ્યક્તિત્વની રચના માટે તેના શરૂઆતના પાંચ વર્ષો ખૂબ મહત્વના હોય છે વ્યક્તિએ અનુભવેલા નાના મોટા સારા ખરાબ અનુભવોની એક આખી ચેઇન તેના અજાગ્રત માનસ માં ફીટ થાય છે અને આપણા વ્યવહાર અને વર્તન પાછળ નો ૯૦% ફાળો આ અજાગ્રત મનનો જ છે..આ થઈ પ્રાથમિક અને પ્રારંભિક વાત.

આપણે વાત અહીં ફ્રાન્સ કાફકા ની કરવાની છે અને ૧૮૮૩માં પ્રાગ શહેરમાં જન્મેલ આ એક દુબળું પાતળું બાળક એ હારમન કાફકા અને જુલી કાફકાનું સંતાન હતા..હારમન કાફકા ખૂબ સારી અને પ્રભાવશાળી કદકાઠી ધરાવનાર સખ્ત અને કઠોર વ્યક્તિ હતા. તેમની ઈચ્છા હતી કે એમનું. બાળક રૂષ્ટ પુષ્ટ અને બુદ્ધિ ચાતુર્યથી ભરપુર હોય..પણ ફ્રાન્સ કાફકા એમના અપેક્ષિત સંતાન જેવા ન હતા..ફ્રાન્સ કાફકાને પિતા કે પરિવાર તરફથી પ્રેમ ન મળતો જે કારણે તે વારંવાર એવા કોઈ પ્રયત્નો કરતાં કે જેનાથી પરિવારના સદસ્યોનું ધ્યાન એના તરફ આકર્ષાય એક રાત્રે કાફકા એ આવું જ કર્યું જ્યારે એમની ઉંમર નવ વર્ષની હતી…તે વારંવાર પાણી પીવું છે એવી ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા આવા વર્તનથી તેમના પિતા ખૂબ ઈરિટેડ થયા અને ખૂબ ગુસ્સો કર્યો કાફકા પર ને તેમણે બહાર અતિશય ઠંડી હતી તેમાં ફ્રાન્સ કાફકાને સજા ઠપકારતા હારમને બાલ્કનીમાં આખી રાત ઉભો રાખ્યો..એ આખી રાતમાં ખાલી ફ્રાન્સ કાફકા શરીરથી જ નહિ મનથી પણ ધ્રુજી ઉઠયા હતા..એમને સતત એક સવાલ થતો કે મારા માતા પિતા પાસે થોડી ક્ષણો માણવી ગુન્હો છે ? કે જેના પરિણામ સ્વરૂપે મને આ સજા મળી..?

એમના જીવનમાં આવા કેટલાય બનાવો બનતા હતા કે જે તેને તેના પિતાને અને પોતાની જાતને નફરત કરવા માટે પૂરતા હતા.. ફ્રાન્સ કાફકાના પિતા તેને નકામો અને ડફોળ માનતા હતા અને ધીરે ધીરે ફ્રાન્સ કાફકા પણ પોતાની જાતને આવું જ સમજવા લાગ્યા એમના જીવનમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે સમાયોજન કે સુમેળ સાધવામાં તેમને ડર લાગતો હતો… પિતાના અતિશય દબાણથી તેઓ વકીલાતનો અભ્યાસ કર્યો અને પ્રાગ યુનિવર્સિટી માંથી કાયદાની ડિગ્રી લીધી પણ તેઓ એ ક્યારેય વકીલાત ન કરી…એક વીમાની કંપનીમાં નોકરી શરૂ કરી..ફ્રાન્સ કાફકા ખૂબ સંવેદનશીલ અને ભાવુક સ્વભાવના હતા..તેઓને આધ્યાત્મિક વિષાદ ઉભો થતો હતો..નાની ઉંમરથી જ તેમને ઘણી બધી બીમારીનો સામનો કરવો પડ્યો હતો.. ટયુબ્રોકોસિસ ( ટી બી) થયા બાદ તેમને ઘણી બધા આરોગ્ય નિકેતનો માં રહેવું પડ્યું…આ આખા સમય દરમ્યાન તેઓ પોતાના લેખન કાર્ય માં પ્રવૃત્ત રહ્યા એમણે જુદી જુદી વાર્તાઓ અને લેખો લખ્યા અને પોતાના ભાવો અને આવેગોને શાહીથી પાના પર ઉતારતા રહ્યા.. એમણે પોતાના આ લેખો કે વાર્તાને પ્રકાશિત કરવાનું ન વિચાર્યું કેમ કે તેમને સતત એમ લાગતું હતું કે એમના લેખનમાં કંઇક ખામી છે..૧૯૨૨માં તેઓ પ્રાગ છોડીને બર્લિનમાં આવીને રહેવા લાગ્યા..અને છિન્ન માનસનો ચિતાર કરતી અનેક કહાનીઓનું સર્જન કર્યું..૧૯૨૪ ના રોજ વિયેના માં તેમનું નિધન થયું.

ફ્રાન્સ કાફકાના જીવનકાળ દરમ્યાન તેમના બહુ ઓછાં સાહિત્ય પ્રકાશિત થયા હતા..જેમાંથી કેટલાક તેમણે સળગાવી દીધા હતા અને તેણે લખેલા બાકીના લેખોને પણ પોતાના મિત્ર મેક્સ બોર્ડને એ શરતે આપ્યા હતા કે તે એને સળગાવી દેશે..પણ તેના મિત્રએ કા ફકાની વાત ન માનતા હર વર્ષે તેના સાહિત્યને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.. ફ્રાન્સ કાફકા આધુનિક યુરોપિયન કથા સાહિત્યના અગ્રણી સર્જક બની ચૂક્યા હતા…એમના લખાણોમાં તેમના જીવન કાળ દરમ્યાન થયેલા અનુભવોનો આભાસ વર્તાતો હતો..ભયાવહ અને દુ : સ્વપ્નથી ભરપુર કથામાં અઢળક ફરિયાદો અને યાતનાઓ હતી..જે અવલોકન ક્યારેય તેમના સ્નેહી જનો એ ન કર્યું.

ફ્રાન્સ કાફકાએ ક્યારેય પોતાના પિતા કે પરિવાર પ્રત્યે સીધી વાત નથી કરી પણ તેમ છતાં તેણે જીવન દરમ્યાન એક કઠોર અને નિષ્ઠુર પિતાને કેન્દ્રમાં રાખી..સત્તા પર રહેલ વ્યક્તિ સતત પોતાની જાત માટે પીડાદાયક છે તેઓ નિચોડ તેમની લગભગ બધી જ ક થાઓ માં છે.

ફ્રાન્સ કાફ કાની પ્રસિદ્ધ કૃતિઓ આ પ્રમાણે છે

૧. ધ મેટામોર્ફોસિસ

૨. ઘ ટ્રાયલ

૩. કન્ટેમપ્લેસન

૪. ધ જજમેન્ટ

૫. ધ કાસલ

વાત અહીં કોઈ નવલકથાકાર કે વાર્તાકારના જીવન-કવન પર પૂરી નથી થતી પણ એક યોગ્ય બાળ ઉછેરની વાત અહીં શરૂ થાય છે..નાનકડા બાળ માનસ પર આપણે અસંખ્ય પ્રહારો કરીએ છીએ..આપણે એને સમજવાનો પ્રયાસ છોડી એને સતત દાબમાં અને તાબમાં રાખવાનો પ્રયાસો શરૂ કરી દઈએ છીએ..એની ઈચ્છા કે અભિલાષા આપણા માટે હંમેશા ગૌણ જ હોય છે આપણી વચ્ચે આવા કેટલાય કાફકા જીવતા હશે..કે જેની અંદર પ્રેમની ઉણપ અને ધૃણાનો ધોધ છલકાતો હશે..આ ધોધ ધસમસતો બની જાય અને આખે આખા વ્યક્તિને ઢસડી જાય એ પહેલા આપણી અંદર રહેલી વાત્સલ્ય અને કરુણાની નદીને વહાવીએ એને સાચવી લઈએ, સંભાળી લઈએ, એને જીવવા દઇએ, એની સાથે જીવતા થઈએ અને જિંદગીને ઉજવતા થઈએ.

જેથી કોઈ ફ્રાન્સ કાફકા જીવતા જીવ પોતાની લેખન શૈલીની પ્રતિષ્ઠાને ઉજવી શકે..અને પ્રસિદ્ધિ પામી શકે.

~ ડૉ. હિરલ જગડ

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

રકાબીમાં ચા

લાલઘુમ થઈ ગયેલો જનક, રુમમાં બધુ આમ તેમ…
Read more
ગુજરાતી સાહિત્યધર્મ અને વિજ્ઞાનવાર્તા અને લેખ

અક્ષય તૃતીયા

આપણાં સનાતન ધર્મમાં, પંચાંગમાં આખા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વિચારોની વ્યથા

2020 , સમગ્ર વિશ્વમાં અને ભારતમાં…
Read more

Leave a Reply

%d bloggers like this: