Trendingગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસાહિત્ય અને કળા

ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતું ગુજરાત માટેનું ગીત – “ગુજરાત ભૂમિ મારી”

નમસ્કાર ગુજરાતીઓ….

આજે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતું ગુજરાતને સમર્પિત, ગુજરાત માટેનું ગીત પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. ગીતનું નામ છે, “ગુજરાત ભૂમિ મારી” આ ગીતના શબ્દો તમને ઘરબેઠા જ ગુજરાતની સંસ્કૃતિ,વારસો અને સ્થળોની ઝાંખી કરાવશે.આ ગીત અલગ ઓડિયો પ્લેટફોર્મ તથા યું ટ્યુબ ઉપર રીલિઝ થહ્યું છે.

જેની ચંદન છે માટી, મહેક છે અનેરી,
જોવા જેવી જગતમાં, ગુજરાત ભૂમિ મારી..

હવે,આ ગીતમાં સંમિલિત વ્યક્તિઓની વાત કરીએ તો કૃતિ ‘મૃગી’ ની કલમે લખાયેલી છે તેઓ માઇક્રો બાયોલોજી વિષયમાં સ્નાતક થયા બાદ હાલ બી,એડની તાલીમ મેળવે છે.જો કે એમનો વિષય વિજ્ઞાન હોવા છતાં પણ ભાષા ઉપર ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે. તેઓ નાનપણથી જ સાહિત્ય પ્રેમી હોવાથી એમના વાંચનના શોખના લીધે લેખન તરફ પ્રેરાયા. તેઓએ એક સાહિત્યકાર તરીકેના સફરની શરૂઆત આશરે એક વર્ષ પહેલાં શરૂ કરી હતી. ‘મૃગી’ નું સ્વપ્ન હતું કે એમની કોઈ કૃતિ રેકોર્ડ થઈને ગુંજતી થાય. આ સપનાને લઈને એમણે મે, 2020 માં ગુજરાતની સંસ્કૃતિ અને પર્યટનને લઈને લખેલું ગીત ગુજરાત ભૂમિ મારી રેકોર્ડ કરવાનો વિચાર આવ્યો.

ગીતને સ્વર આપ્યો છે હર્ષવર્ધન ગઢવીએ, તે વ્યવસાયે ડોકટર છે, પરંતુ એમના સંગીત પ્રત્યેનો પ્રેમ તેમને સંગીતમાં પણ ખુબ વ્યસ્ત રાખતો રહે છે. સંગીતમા તેઓ ૨૦૦૭ થીજ એટલે એમના કૉલેજના અભ્યાસ થી જ કાર્યરત છે.તેઓએ ઘણા પ્રખ્યાત ઇન્ડી કલાકારો સાથે ગીતકાર તરીકે કાર્ય કરેલ છે. ત્યાર બાદ તેમણે પોતેજ એક ઇન્ડી કલાકાર તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. તેમાં તેઓએ વિદેશી કલાકારો સાથે પણ કામ કર્યું. જે કલાકારો ખુબ પ્રખ્યાત એવોર્ડ જીતેલા છે, જેમાં સર્વોત્તમ ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકારો સાથે પણ તેઓએ કામ કરેલ છે. વિદેશી કલાકારની વાત કરીએ તો Gustavo Carvalho સાથે એમણે ખુબ કાર્ય કરેલ છે. તેઓનું એક ગીત “યાદ” આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ થયું જે અમેરિકા ના રેડિયો માં જસ્ટિન બીબર, બ્રુનો માર્સ, એમીનેમ જેવા પ્રખ્યાત કલાકારોના સાથે પ્રાઈમ ટાઈમ પર એર થયું. તેઓએ આંતરરાષ્ટ્રીય કલાકાર સહિત ભારતીય કલાકારો સાથે પણ કામ કરેલું છે. જેમાં અભિરામ જયચંદ્ર જે સાઉથના મૂવીમાં પોતાની અવાજ આપી ખુબ ખ્યાતિ મેળવી છે એવા કલાકારનું નામ પણ સામેલ છે.તેઓ બધાજ પ્રકારના સંગીત સાથે જોડાયેલા છે. આંતરરષ્ટ્રીય સંગીતથી લઇ દેશી લોક સંગીત બધાજ પ્રકારના સંગીત એમને આપ્યા છે.આ સાથેજ તેમનું એક alter-ego છે. જેનું નામ છે બ્રહ્માસ્મિ, જેમાં તેઓ રેપ વડે હાલ ના સમયનું વાસ્તવિકતા વર્ણવે છે. તેમનું GJ ૩૬ સોંગ આજે પણ મોરબીના ઉત્સાહી યુવાઓ સંભાળી જુમતા રહે છે.”ફિલિંગ ઓન રનવે” ની સફળતા બાદ તેઓ હાલ આલ્બમ ઉપર વધુ ધ્યાન આપે છે. સાથે જ નવ યુવા કલાકારોના પ્રોત્સાહન માટે એમની સાથે પણ પ્રોજેક્ટ કરતા રહે છે.

કોઈ પણ ગીતને જીવંત કરનારુ તત્ત્વ એટલે કે સંગીત, શબ્દ શરીર છે, ને સ્વર અભિવ્યક્તિ પરંતુ એ ત્યારે જ જીવંત ગણાય જ્યારે તેમાં સંગીત રૂપી પ્રાણ હોય. આ ગીતને જીવંત બનાવનાર સંગીતના રચિયતા એટલે હેત પરમાર, તેઓ ભુજ શહેરના રહેવાસી છે અને હેત ટ્યુન નામથી રેકોર્ડિંગ સ્ટુડિયો ચલાવતા યંગસ્ટર કમ્પોસર છે, તેઓ ગીટાર, કી-બોર્ડ પ્લેયર સાથે અલગ-અલગ ગીતો બનાવે છે તથા ઓર્કેસ્ટ્રા કંપોઝિશન, ક્લાસિક કંપોઝિશન અને અલ્ટરનેટિવ રોક સંગીતનું સારું જ્ઞાન ધરાવે છે. તેઓએ આકાશવાણી ભુજના એન્થમ ગીતમાં સંગીત આપેલ છે.

યુટ્યુબ લિંક

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: