ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પત્ર અને સ્માર્ટફોન વચ્ચેની લડાઈ…

સ્માર્ટફોન:- કેમ, શુ થયું પત્ર? તું આટલો ઉદાસ કેમ છો?
પત્ર:- કંઈ નહીં. આજકાલ લોકોને મારી જરૂર નથી રહી. તેથી હું ખુશ નથી.
સ્માર્ટફોન:- હાહાહાહા! એ તો એમ જ હોય ને! મારા પછી તારું કંઈ મહત્વ નથી રહ્યું. મારા જેવું કોઈ નથી. હું જ બધું છું.
પત્ર:- તને પોતાના પર આટલો જ મિથ્યાભિમાન હોય તો ચાલ એક સ્પર્ધા કરીએ. આપણે ગમે તે એક માણસનો જીવ બચાવવાનો. જે એવું કરી શકશે એ જીતી જશે.
સ્માર્ટફોન:- બસ આટલું જ! મારા લીધે તો લોકો જીવે છે. મારુ મિથ્યાભિમાન પણ મને કદી નહિ ડૂબાડે. (આમ કહી તે સ્પર્ધા માટે ચાલ્યો ગયો).

 

એક છોકરો સ્માર્ટફોન લઈ જઈ રહ્યો હતો. તે પોતાના ફોનમાં પબજી રમી રહ્યો હતો. તે રસ્તા પર હાલી રહ્યો હતો. તેનું ધ્યાન તેમાં જ હતું. અને અચાનક એક ગાડી તેને ઠોકર મારી ચાલી જાય છે. તેની તાત્કાલિક મોત થઈ જાય છે.

 

બીજી બાજુ એક માણસને હાર્ટ એટેક આવે છે. તેમને હોસ્પિટલ લઈ જાય છે. થોડી વાર પછી તેમને હોશ આવે છે. હવે મરતા પહેલા તેમને પોતાની દીકરીને એક વાર મળવું હોય છે. તેમની દીકરી બીજા દેશમાં ભણવા ગયેલ છે. પણ ત્યાં જ એક પત્ર આવે છે. તે તેમની દીકરીનો હોય છે. સ્માર્ટફોન તેમને વાપરતાં આવડતો ન હતો. આ પત્ર વાંચીને તેમનામાં જાણે જીવ પાછો આવ્યો. તેમની તબિયત સારી થવા લાગી. અને તે બચી ગયાં.

 

પત્ર અને સ્માર્ટફોન બન્ને પોત પોતાની ઘટનાઓ કહે છે. અને પત્ર જીતી જાય છે. ખોટા મિથ્યાભિમાનમાં આવી સ્માર્ટફોન આ લડાઈમાં હારી જાય છે.

 

નિતી સેજપાલ “તિતલી”

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: