PC - Google
અછંદાસકવિતા કોર્નર

પરશુરામનો વંશજ છું હું

પરશુરામનો વંશજ છું હું, માનું હું કદીના હાર
તટસ્થ રહીને ચાલ્યો જાતો, ઈશ્વરને સાચે માર્ગ,
કર્મકાંડ ભક્તિનું બીડું ઝડપી, તારું હું સર્વેને ભવપાર,
શ્રદ્ધા મારા રગરગમાં રહેતી, તેજસ્વી મારું લલાટ,
ટીલાટીકા ની મશ્કરી થાતી, જાણું છું સૌનો હું દાવ,
પરંતુ ઈશ્વરે આપ્યું અપ્રતિમ કાર્ય, કેમ કરી માનું હાર,
સંતોષી જીવ રાખું હું મારો,જે આપે તેમાં હું અનાધાર,
અપેક્ષા કેમ રાખું હું કોઈની, જયારે ઈશ્વર છે મારે દ્વાર,
ભૂલ તો ક્યાંક થાતી મારી, સંપનો નહિ મને ગણપાર,
ઇસ શક્તિ માંગુ, સંપીને રહીએ અમે બ્રાહ્મણજાત,
મહાદેવના આશિષથી, ખુશખુશાલ રહે બ્રાહ્મણજાત,
મહામારીનો સમય છે કાઠો, શક્તિ મને દે અપાર,
પૂજા પાઠને ભક્તિથી, દુનિયાને કરીએ આઝાદ,
શ્લોક અને હવનનો ફરી, હર આંગણે ગાજે ઘંટનાદ,
ચોતરફ ફરીથી ગાજે અને વરસે ખુશીઓનો વરસાદ,
હે પરશુરામ એવી શક્તિ દેજે, દ્વેષના આવે લગાર,
તારી ભક્તિમાં લીન રહીને, ઉજાળું હું બ્રાહ્મણનાત..
બ્રાહ્મણકુળની દિકરી હું, સુચિતા મારું નામ..

સુચિતા ભટ્ટ

Related posts
અછંદાસકવિતા કોર્નર

ચરમસીમા

જો ને, તમે જાતે જ ધારી લીધું,કે એ તેને…
Read more
કવિતાકવિતા કોર્નર

પપ્પા

પપ્પા મારા પપ્પામને વ્હાલા…
Read more
કવિતાકવિતા કોર્નર

માણસ

બહુ ઓળખો તો છતો થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય છે?દૂરથી ડુંગરા રળિયામણા સોહાય છે.નજીક થી ચડવા ક્યાં પોસાય છે?સાથે રહો તો ડાઘા દેખાય છે.કદરૂપું અંતરેથી ક્યાં જણાય  છે?પામીને ખોટનો  ધંધો કરાય છે.ચાહવામા ક્યાં પૈસો ખર્ચાય છે?સંબંધની સીડી અટકીને ચડાય છે.નિભાવવાનું પગથિયું ક્યાં ચૂકાય છે?પાસેથી જાણવામાં જોખમ જણાય છે.‘કેમ છો?’ થી  ક્યાં  માણસ કળાય છે ?કેમ કરીયે ચિંતન આવું શાને થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય  છે ? અવનિ…
Read more

Leave a Reply

%d bloggers like this: