ધર્મ વિશેષ

પુષ્ટિમાર્ગના પ્રણેતા  શ્રી વલ્લભાચાર્યજી

પુષ્ટિમાર્ગના પ્રણેતા
 શ્રી વલ્લભાચાર્યજી

 

વૈષ્ણવ જનના વહાલા, પુષ્ટિમાર્ગના પથપ્રદર્શક અને ‘બ્રહ્મ સંબંધ’ થી જીવને પ્રભુ સાથે જોડનાર મહાપ્રભુજી એટલે શ્રીમદ્ વલ્લભાચાર્ય. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય સંવત 1535 ના ચૈત્ર વદ એકાદશીના પવિત્ર દિવસે ચંપારણ્ય પાસે થયું હતું. આ ચંપારણ્ય મધ્યપ્રદેશના રાયપુર પાસે આવેલું છે.

 

દક્ષિણ ભારતના તેલંગ પ્રદેશના બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટ ના પત્ની  ઇલ્લમાગારુ જીના કૂખેથી તેમનું પ્રાગટ્ય થયું હતું. શ્રી લક્ષ્મણ ભટ્ટ અને તેમના પૂર્વજોએ સો સોમયજ્ઞો પૂર્ણ કર્યા હતાં. જેના ફળસ્વરૂપ તેમને આ દિવ્ય બાળકની પ્રાપ્તિ થઈ હતી.

 

શ્રી મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતોને ‘પુષ્ટિમાર્ગ’ એવું નામ આપ્યું. પુષ્ટિનો અર્થ થાય છે ‘ભગવત કૃપા’. લોકોને શ્રી કૃષ્ણ ભક્તિ ની વિચારધારા આપી ભગવાન બાલકૃષ્ણના ની સેવા પૂજા આપી. આ સેવા સ્વીકાર કરનાર પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવ કહેવાય છે.

 

શ્રી વલ્લભાચાર્યજીએ નાની ઉંમરમાં જ આપણા વેદ- ઉપનિષદ, ગીતા, ભાગવત વગેરેનું ગહન અધ્યયન કર્યું હતું. તેમણે ખુલ્લા ચરણે ત્રણ વખત ભારત ભ્રમણ કર્યું અને પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. તેમણે  ચોર્યાસી ભાગવત પારાયણ કરી હતી. તે સ્થાન આજે પણ ‘ચોર્યાસી બેઠક’ ના નામથી જાણીતા છે. અમારા જામ ખંભાળિયા ના બેઠકજી પણ આ ચોર્યાસી બેઠકમાં નાં એક છે. ગોકુલમાં ગોવિંદઘાટ પર તેમણે ભાગવત પારાયણ દરમિયાન શ્રી ઠાકુરજીની ઘાટ પર શ્રીજી બાવા એ સાક્ષાત દર્શન આપ્યા અને જે ગદ્ય મંત્ર આપ્યો તેને ‘બ્રહ્મસંબંધ’ કહે છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ અનેક લોકોને આ મંત્ર આપીને બ્રહ્મસબંધ કરાવ્યું. શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે આ મંત્રનો સ્વીકાર કરશે તે જીવનો હું અંગીકાર કરીશ.

 

વૃંદાવન ઘાટે લગભગ છ માસ સુધી બિરાજીને શ્રી મહાપ્રભુજીએ સોળ ગ્રંથોની રચના કરી તેને ‘ષોડશ ગ્રંથ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે રચેલા શ્રી યમુનાષ્ટક, શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર, નવરત્નમ, શ્રી સિદ્ધાંત રહસ્યમ, શ્રી મધુરાષ્ટકમ, સુદર્શન કવચ વગેરે મુખ્ય સ્તોત્રો વૈષ્ણવોને સદા પ્રિય રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ જે મહામંત્ર આપ્યો છે તે છેઃ “શ્રીકૃષ્ણ શરણમ મમ” બ્રહ્મસંબંધ ના આ મહામંત્રનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

 

જય શ્રી કૃષ્ણ.. જય શ્રી વલ્લભ..
હર્ષા ઠક્કર

Related posts
Our Columnsધર્મ વિશેષ

અખાત્રીજ(વણજોયા મુહૂર્ત) પરશુરામ જયંતિ

અક્ષય પુણ્ય સંચિત કરવા માટેનો પવિત્ર…
Read more
Our Columnsધર્મ વિશેષ

શ્રી રામભક્ત હનુમાન

“મનોજવમ્…
Read more
Our Columnsધર્મ વિશેષ

રઘુકુળ શિરોમણી શ્રી રામ

સૃષ્ટિના પ્રારંભ સમયે સૂર્યનારાયણ ના…
Read more

Leave a Reply

%d bloggers like this: