ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રેમની મીઠાશ

પ્રેમ જેટલો સુંદર શબ્દ છે એના કરતાં વધારે એનો અનુભવ.આ દુનિયા માં જેટલા સંબંધો જોડાયા છે એ બધા પ્રેમ થી જ જોડાયેલા છે. આપણે જન્મીએ ત્યારથી જ આપણને પ્રેમ, વ્હાલ મળતો હોય છે.આપણને બોલતા પણ નથી આવડતું છતાં આપણા માં અને પિતા કેવી રીતે સમજી જાય છે કે આપણને ક્યારે શું જોઈએ છે ‌આપણે બોલવું પણ પડતું નથી. બાળક ‌ને ભૂખ લાગી છે કે તરસ લાગી છે કે ઊંઘ આવે છે એ બધું જ સમજી જાય છે. આ‌ છે પ્રેમ.

પ્રેમ ‌ના ઘણા પ્રકાર છે.જેમકે ભાઈ-બહેન, મિત્ર-મિત્ર, શિક્ષક-શિષ્ય, મમ્મી-પિતા, પત્ની-પતિ.મિત્રતામા  તમે જોશો કે સુદામા-કિષ્ન સુદામા કંઈ કહેતા પણ નથી કે અમારી પાસે કંઈ ‌છે નહીં ખાવા માટે ભીખ માંગવી પડે છે.એ‌ કંઈ બોલતા નહીં તો પણ તેમનાં મિત્ર સમજી જાય છે કે એમને શી જરૂર છે એવો પ્રેમ હોવો જોઈએ ‌કંઈ પણ કહ્યા વગર‌ જે સમજી જાય ત્યાં સંબંધ ગાઢ હોય છે. પ્રેમ માં વિશ્વાસ હોવો જરૂરી છે. નહીં તો એ સંબંધ આગળ જઈને રહેતો નથી.”પ્રેમ છે તો દુનિયા જીવિત છે.અને આખી દુનિયા ટકી છે.દુનિયા માં આજે ઝઘડા બવ ચાલે છે.વિશ્વયુદ્ધ માં કોનું ભલું થયું છે ગુમાવ્યા છે તો માત્ર જીવ અને જીંદગી

 જેમ‌ ધુળેટી નાં રંગ આપણને રંગીન કરી નાંખે છે તેમ પ્રેમ આપણી જિંદગી રંગી નાખે છે.પ્રેમ‌ ખૂબજ ‌શુદ્ધ સ્વરૂપ છે. જેમ પાણી નો કલર ‌નથી પણ જો તરસ્યા ને પીવડાવે ‌તો એને મીઠું લાગશે એમ પ્રેમ અનુભવાય

 પ્રેમ ની કોઈ મોસમ કે દિવસ ના હોવો જોઈએ આપણે પ્રેમ ની આજુબાજુ છીએ તેના થી બંધાયેલિ છીએ.તમે  મિત્રો વચ્ચે કેવો પ્રેમ ‌એ લોહી નો સંબંધ નથી છતાં આપણે જીંદગી ની આખરી ક્ષણ સુધી Okનિભાવી એ છીએ પ્રેમ માં ‌બંને‌ બાજુ જો સરખો પ્રેમ હોય તો જીંદગી મધ‌કરતાય વધારે મીઠી લાગે છે.જેમ‌ મોબાઇલ વગર ચાજૅર નકામું અને ચાજૅર વગર મોબાઇલ.

તેમ‌ પ્રેમ અને વિશ્વાસ બંને એક સાથે હશે તો જ સંબંધ ટકી રહેશે. આજકાલ યુવાન -યુવતી ઓ આકર્ષણ ને પ્રેમ સમજે છે.જે ખરેખર હોતો‌ નથી.

પ્રેમમાં ‌જો‌ મિત્રતા થઈ જાય તો  નિભાવવું સરળ બની જાય છે પ્રેમ ‌મા  ખાટાં મિઠા ઝઘડા પણ જરૂરી છે.એનાથી સંબંધ વધારે ગાઢ બને છે.આજે‌ તો લોકો મોબાઇલ સાથે પ્રેમ થઈ ગયો છે એક ક્ષણ પણ તેના વગર રહી શકતા નથી.‌એ આપણી માટે કેટલું નુકસાન કરે છે.પ્રેમ સાદો છે લોકો એ મુશ્કેલ બનાવી દીધો છે. રાધા કૃષ્ણ ના થઈ શક્યા છતાં પ્રેમ કરવાનું ના છોડ્યું શબરી રામ નો

 આખી જિંદગી રાહ જોઈ રહ્યા હતા પણ છેલ્લે રામ ભગવાન શબરી ની ઝુંપડી એ ગયા એમ ની ભક્તિ અને પ્રેમ સાચો ‌હતો તેથી એમની ઈચ્છા પૂરી થઈ. પ્રેમ સાચો હોય તો ભગવાન પણ પૂરો‌ કરે  પ્રેમ સુ:ખ અને દુ:ખ માં દવા જેવું કામ કરે છે.લોકો મોબાઇલ માં એટલા બધા ચ્ચયા પચ્યા હોય છે કે પરિવાર સાથે  સમય વિતાવાનુ ભૂલી જાય છે.આજે લોકો તણાવ થી પસાર થઇ રહ્યા છે તેથી જ આજે સૌથી વધુ આત્મહત્યા થાય છે.એટલે લોકો ને વ્હાલ એટલો બધો કરો કે એ માણસ કદી આવું વિચારે નહીં માણસ અંદર અંદર મુંઝવણમાં એકલતા અનુભવે છે ત્યારે આ પગલું ઊઠાવી લો છે. એટલે જ આપણે બધા ને ખુબ વ્હાલ કરવો જોઈએ.એકબીજા ને મદદ કરવો જોઈએ તમે શિક્ષક નો પ્રેમ જુઓ એ હંમેશા એવું જ વિચારે કે એનો વિધાર્થી એના કરતાં વધારે આગળ જાય અને જે ભુલો મેં કરી એ મારો ‌વિધાર્થી  એ ના કરે.પ્રેમ  નું પહેલું પગથિયું વિશ્વાસ બીજું પગથિયું આદર છે જ્યાં વિશ્વાસ નહીં હોય ને ત્યાં પ્રેમ નહીં હોય આપણે પૂરા દિલથી પ્રેમ કરીશું ને  એ ચોક્કસ આપણી જોડે આવશે પછી એ ભગવાન હોય કે માણસ.

રમેશ વણકર

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

દેવ વૈદ્ય અશ્વિની કુમાર

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતાને પત્ર

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતા : ઘરનું અસ્તિત્વ

એક સુંદર એવી ઈમારત મે જોઈ , આકર્ષક…
Read more

Leave a Reply

%d bloggers like this: