PC - Wikipedia
Wife chasing her husband to fight.

“અરે.. અરે.. આવું તો કાંઈ ભાળ્યુ હશે! ગઢે ગઢપણ પણ આવા અભરખા નથી છુટતા.. આ બિલ અને મીલે 27.. 27 વર્ષ સુધી સાથે રહે અને પછી કહે હવે છુટા.. “જીલ મીલ સિતારો કા આંગન હોગા..” આપણને તો આવું જ લાગતુ હતું.. આટલા બધા પૈસા હોવાનો શું ફાયદો જો એક પત્નિને ના સાચવી શકો.. આપણે ત્યા આવી સંસ્કૃતિ નહીં, આપણે તો પતિ ખડતલ હોય ખડતલ.. પત્નિને પોતાના કહ્યામાં રાખે.. આ મારી જ વાત જોઈ લ્યો.. મારી રમીલા તો મારા કીધા વગર પાણી પણ ના પીવે.. હું કહું બેસ તો બેસી જાય.. હું કહું ઉભી તો ઉભી.. આ બીલભાઈ થોડો નબળો પડે મીલભાભી સામે..” રમણે વાળંદની દુકાને બેઠા બેઠા છાપામાંથી સમાચાર વાંચી બફાટ કર્યો.

“યે રિશ્તા ક્યા કહેલાતા હે.. હો.. યે રિશ્તા ક્યા કહેલાતા હે..” ફોનની રીંગ વાગી.. સ્ક્રીન પર રમીલા લખેલું જોઈ રમણ એક ઝાટકે ઉભો થઈ સડસડાટ દુકાનની બહાર ભાગ્યો..

સુનિલ ગોહિલ “માસ્તર”

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

દેવ વૈદ્ય અશ્વિની કુમાર

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતાને પત્ર

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતા : ઘરનું અસ્તિત્વ

એક સુંદર એવી ઈમારત મે જોઈ , આકર્ષક…
Read more

Leave a Reply

%d bloggers like this: